ભારતનો અનોખો રેલવે ટ્રેક: દિવસમાં બે વાર પાટા દરિયામાં ડૂબી જાય છે, છતાં ટ્રેનો અટક્યા વિના દોડે છે

Spread the love
ભારતમાં એક એવો રેલવે ટ્રેક છે, જેના વિશે સાંભળતાં જ લોકોના મનમાં આશ્ચર્ય અને ઉત્સુકતા બંને જાગે છે. કહેવાય છે કે આ ટ્રેક દિવસમાં બે વાર દરિયાની લહેરોમાં ગાયબ થઈ જાય છે. છતાં ટ્રેનો અટક્યા વિના દોડતી રહે છે. દૂરથી જોવામાં આવે તો એવું લાગે છે કે ટ્રેન પાણી પર જો દોડી રહી છે. આ ટ્રેકના વીડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

પણ શું ખરેખર બ્રિજ પાણીમાં ડૂબી જાય છે? આ અનોખા દૃશ્ય પાછળની હકીકત એટલી જ રસપ્રદ અને આશ્ચર્યજનક છે.

 

આ ખાસ રેલમાર્ગ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલો છે, જે મુખ્ય ભૂમિને રામેશ્વરમ દ્વીપ સાથે જોડે છે. આ રૂટની સૌથી મોટી ઓળખ છે પંબન બ્રિજ – એક ઐતિહાસિક દરિયાઈ પુલ, જે દરિયાની ઉપર બનાવાયો છે અને ભારતના સૌથી સુંદર રેલમાર્ગોમાંથી એક ગણાય છે. તેને ભારતનો પહેલો દરિયાઈ રેલ પુલ માનવામાં આવે છે. જ્યારે ટ્રેન આ પુલ પરથી પસાર થાય છે, ત્યારે મુસાફરોને એવો અનુભવ થાય છે કે તેઓ દરિયાની વચ્ચે મુસાફરી કરી રહ્યા છે. આ દૃશ્ય માત્ર રોમાંચક જ નથી, પણ ફોટોગ્રાફી અને પ્રવાસ પ્રેમીઓ માટે પણ ખૂબ ખાસ છે.

શું પાટા ખરેખર પાણીમાં ડૂબી જાય છે?

 

વાસ્તવમાં, પંબન બ્રિજના પાટા ક્યારેય સંપૂર્ણપણે પાણીમાં ડૂબતા નથી. આ પુલ દરિયાની સપાટીથી ઊંચાઈ પર બનાવાયો છે. હા, ભરતી અને ઓટના સમયે દરિયાનું પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફેલાઈ જાય છે. પણ બ્રિજને દૂરથી જોવામાં આવે તો એવું લાગે છે કે પાટા પાણીમાં સમાઈ ગયા છે. આ કુદરતી ભ્રમ જ આ જગ્યા ને વધુ રહસ્યમય અને આકર્ષક બનાવે છે.

અહીં ટ્રેનો કેવી રીતે સુરક્ષિત રીતે દોડે છે?

 

આ રૂટ પર ટ્રેનોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય રેલવે સતત હવામાન, પવનની ગતિ અને દરિયાની સ્થિતિ પર નજર રાખે છે. જ્યારે તેજ પવન ફૂંકાય છે અથવા દરિયામાં ઊંચી લહેરો આવે છે, ત્યારે તરત જ ટ્રેનોને રોકી દેવામાં આવે છે. જરૂર પડે ત્યારે ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવે છે, જેથી કોઈ જોખમ ન રહે. ઉપરાંત, પુલ પર ટ્રેનોની ઝડપ મર્યાદિત રાખવામાં આવે છે જેથી મુસાફરી સુરક્ષિત રહે. આ તમામ સાવચેતીના પગલાંઓને કારણે અહીં મુસાફરીને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *