પાલજ પાટીયા પાસે બેફામ કારનો કહેર: પ્રસંગથી પરત ફરતા રાંધેજાના યુવકને કચડી મોત, પરિવારમાં શોક છવાયો

Spread the love

ગાંધીનગર ચિલોડા હાઈવે પર પાલજ ગામના પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાંધેજા ગામના યુવકનું અકાળે અવસાન થયું છે. પૂરપાટ ઝડપે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા આ અકસ્માત યુવકનું મોત નીપજતા લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

પુરપાટ દોડતી કારે બાઈક સવારને કચડ્યો

 

ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, રાંધેજા ગામના ઠાકોર વાસમાં રહેતા અને મજૂરી કામ કરતા કરણજી બળદેવજી ઠાકોર બાઇક લઈને પાલજ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ફોર વ્હીલર ગાડી (नं.GJ-18BJ-3334)   પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કરણજીની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત

 

આ અકસ્માતમાં કરણજીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. જ્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.

 

જોકે સિવિલમાં ફરજ પરના ડોક્ટરે ટૂંકી સારવાર બાદ કરણજીને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત સમયે મૃતકના પિતરાઈ ભાઈ દલપતજી રામાજી ઠાકોર એક લગ્ન પ્રસંગમાં હતા.જેમને ફોન દ્વારા જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *