થલાપતિ વિજયનો માસ્ટરસ્ટ્રોક: દર મહિને ₹2500, મફત ગેસ સિલિન્ડર… આ 7 વાયદાઓના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ

Spread the love

એક્ટર વિજયની સક્રિય રાજનીતિમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. તેમની પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જ મજબૂત પકડ બનાવી છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ પાર્ટીના જાહેરનામામાં કરવામાં આવેલા 7 મોટા વાયદાઓ માનવામાં આવે છે, જે સીધા સામાન્ય જનતાની જરૂરિયાતો સાથે જોડાયેલા છે.

ટીવીકેના આ લોકપ્રિય અને મક્કમ નિર્ધારને કારણે રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે અને વિજય એક પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે.

 

થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્ટ્રી કઝગમ) દ્વારા તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા મુખ્ય 7 વાયદાઓ નીચે મુજબ છે:

 

1. મહિલાઓ માટે માસિક સહાય: ‘મધિપ્પુમિગુ મગલિર ટિપ્પમ’ યોજના હેઠળ ઘરની મહિલા વડાને(60 વર્ષની વય સુધી) દર મહિને 2,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

 

2. મફત ગેસ સિલિન્ડર: ‘અન્નપૂર્ણી સુપર સિક્સ સ્કીમ’ અંતર્ગત દરેક પરિવારને વર્ષમાં 6 એલપીજી(LPG) સિલિન્ડર મફત આપવામાં આવશે.

 

3. કન્યાદાન સહાય (સોનું): ‘અન્નન સીર ટિપ્પમ’ યોજના હેઠળ દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ આપવામાં આવશે.

 

4. વિદ્યાર્થીઓ માટે આર્થિક મદદ: ‘કામરાજાર કલ્વી ઉરુધિ ટિપ્પમ’ હેઠળ ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચ માટે દર વર્ષે 15,000 રૂપિયાની સહાય અપાશે.

 

5. મહિલાઓ માટે મફત મુસાફરી: ‘વેટ્ટ્રી પયનમ ટિપ્પમ’ અંતર્ગત તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે.

 

6. બેરોજગારી ભથ્થું: શિક્ષિત યુવાનોને મદદ કરવા માટે ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને દર મહિને 4,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને દર મહિને 2,500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

 

7. ખેડૂતોની દેવા માફી: 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *