સુરતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો (Surat Gau Mata Campaign) દરજ્જો અપાવવા માટે ગૌભક્તોએ અનોખો માર્ગ અપનાવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે.
વેપારીઓએ લોહીથી લખ્યો પત્ર
સુરતના 10 અગ્રણી વેપારીઓએ સિરિંજની મદદથી પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર પત્ર તૈયાર કર્યો હતો.
પત્રમાં ગૌવંશના રક્ષણ, ગૌહત્યા પર કડક નિયંત્રણ અને ગાયને વિશેષ સન્માન આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.
Surat Gau Mata Campaign: ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ની માંગ
વેપારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ ગૌવંશના સંવર્ધન અને સુરક્ષા માટે અલગ ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ (Surat Gau Mata Campaign) રચવાની પણ માંગણી કરી છે. તેમનું માનવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે, તેથી તેને વિશેષ દરજ્જો મળવો જોઈએ.
5 લાખ સહીઓનું સમર્થન
આ અભિયાન (Surat Gau Mata Campaign)ને સુરત શહેરમાં મોટો પ્રતિસાદ મળ્યો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ગૌભક્તો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ લોકોની સહીઓ એકત્ર કરવામાં આવી છે. આ સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવાની તૈયારી કરવામાં આવી છે.
બળદગાડાં અને બુલડોઝર સાથે મહારેલી
ગૌ સન્માન અભિયાન અંતર્ગત સુરતમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં બળદગાડાં સાથે બુલડોઝર પણ સામેલ કરવામાં આવશે, જેને ગૌહત્યા વિરુદ્ધ કડક સંદેશ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા
વેપારીઓનું આ અભિયાન સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ અભિયાનને ગૌભક્તિ સાથે જોડાયેલો પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને પ્રતીકાત્મક વિરોધ તરીકે જોઈ રહ્યા છે.
