
બંગાળની ખાડીમાં NOTAM જાહેર કરાતા મિસાઈલના ટૂંક સમયમાં પરીક્ષણની અટકળો તેજ થઈ છે
Agni-VI Missile Test India: ભારત પોતાની સ્વદેશી રીતે વિકસિત બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) અગ્નિ (AGNI) ના લેટેસ્ટ અને સૌથી ઘાતક વર્ઝનનો ટેસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે.
સંસ્કૃત (Sanskrit) માં અગ્નિનો અર્થ આગ થાય છે અને આ મિસાઈલ પોતાના નામ પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવનારી છે. આ મિસાઈલ એકસાથે ઘણાં પરમાણુ હથિયારો (Nuclear Weapons) ને લઈ જવામાં સક્ષમ છે, જે ભારતની રણનીતિક શક્તિને સંપૂર્ણપણે બદલી નાખશે.
ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) ની એલીટ ક્લબમાં ભારત
હાલમાં દુનિયાના માત્ર પાંચ દેશો પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) ની શક્તિ છે. આ દેશોમાં અમેરિકા (US) , રશિયા (Russia) , ચીન (China) , ફ્રાંસ (France) અને બ્રિટન (Britain) સામેલ છે.
હવે આ યાદીમાં ભારત પણ પોતાની અગ્નિ-6 (AGNI-VI) મિસાઈલ સાથે પોતાની સ્થિતિ બેહદ મજબૂત કરવા જઈ રહ્યું છે.
AGNI-VI ની મુખ્ય લાક્ષણિકતાઓ
AGNI-VI ભારતની નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે, જે ખાસ કરીને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહી છે.
રેન્જ: આ મિસાઈલની સંભવિત મારક ક્ષમતા 10,000 કિલોમીટરથી વધુ હશે
વૈશ્વિક પહોંચ : આટલા લાંબા અંતરની રેન્જ સાથે ભારતની રણનીતિક પહોંચ હવે માત્ર ક્ષેત્રીય નહીં રહે, પરંતુ તે વૈશ્વિક સ્તરની થઈ જશે. આનાથી આખી દુનિયાની ઉંઘ ઉડી ગઈ છે.
MIRV ટેક્નોલોજી- મિસાઈલનું બ્રહ્માસ્ત્ર
અગ્નિ-6 ની સૌથી મોટી અને ગેમ ચેન્જિંગ ખૂબી તેની MIRV (મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ) ટેકનીક છે.
એક મિસાઈલ-અનેક નિશાન : આ તકનીકનો અર્થ છે કે એક જ મિસાઈલ ઉડાણ ભર્યા બાદ જુદીજુદી દિશાઓમાં ઘણાં શસ્ત્રોનો પ્રહાર કરી શકે છે અને એકસાથે ઘણાં લક્ષ્યોને તબાહ પણ કરી શકે છે.
દિગ્ગજોની બરાબરીએ ભારત આ એડવાન્સ ટેક્નોલોજી અત્યાર સુધી મુખ્યત્વે અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની પાસે જ હતી. પરંતુ અગ્નિ-6ની સાથે, ભારત હવે તકનીકી રીતે ઠીક એ સ્તર પર ઉભું થઈ રહ્યું છે.
એક નવા યુગની શરૂઆત
અગ્નિ-6 નો આ વિકાસ માત્ર એક સંરક્ષણ ઉપકરણનું નિર્માણ નથી, પરંતુ તે ભારતને એક નવા યુગમાં લઈ જઈ રહી છે. ગાઈડેડ મિસાઈલ તકનીક અને 10 હજાર કિલોમીટરથી વધારેની મારક ક્ષમતા એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર પોતાની સુરક્ષા નથી કરી રહ્યું, પરંતુ ગ્લોબલ પાવરના માપદંડ પર નવા સ્ટાન્ડર્ડ સ્થાપિત કરી રહ્યું છે.
આ મિસાઈલ ભારતની સુરક્ષાને અજેય બનાવવા અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની કતારમાં તેને સૌથી આગળ ઉભું રાખવાનો એક સ્પષ્ટ સંકેત છે. આ મિસાઈલનું પરીક્ષણ ક્યારે થશે, તેને લઈને કોઈ સત્તાવાર તારીખ જણાવાઈ નથી. આ એક રણનીતિક કારણ પણ હોઈ શકે છે. જો કે બંગાળની ખાડીની ઉપર એક ચેતવણી ક્ષેત્ર માટે નોટિસ ટૂ એર મિશનન્સ એટલે કે નોટામ (NOTAM) જાહેર કરવામાં આવ્યું છે.
