ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર હુમલો, વીડિયો વાયરલ થતા ચકચાર

Spread the love
ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya)ના પતિ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. માંડલના વિઠલાપુર નજીક આવેલા ડઢાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ડઢાણા ગામમાં યોજાયેલા રાસ-ગરબા અને લગ્ન પ્રસંગના કાર્યક્રમ દરમિયાન અચાનક બબાલ સર્જાઈ હતી.

આ દરમિયાન કેટલાક લોકોએ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો વીડિયો માં જોવા મળી રહ્યા છે.

 

ફોટો પડાવવાની બાબતે બબાલ?

 

પ્રાથમિક માહિતી અનુસાર, કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા (Kajal Maheriya) સાથે ફોટો પડાવવા માંગતા હતા. આ મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનામાં માત્ર સ્ટેજ નજીક જ નહીં, પરંતુ બાદમાં કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો અને તોડફોડ કરવામાં આવી હોવાના વીડિયો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

 

હાલ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કાર્યક્રમ દરમિયાન અફરાતફરી અને હુમલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘટનાને લઈને ચાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

 

હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં

 

આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક સ્તરે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયાની ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, હુમલાનું સાચું કારણ શું હતું તે હજી તપાસનો વિષય છે.

 

Kajal Maheriyaના લગ્ન પહેલાથી ચર્ચામાં

 

ઉલ્લેખનીય છે કે, કાજલ મહેરિયા (Kajal Maheriya)ના પ્રેમલગ્ન(Love marriage) અગાઉથી જ વિવાદોમાં રહ્યા છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા બાદ ગાયિકાએ અનેક વખત ધમકીઓ મળવાના આક્ષેપ કર્યા હતા. કાજલ મહેરિયાએ અગાઉ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે જો તેમને અથવા તેમના પરિવારને હેરાન કરવામાં આવશે તો તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. ત્યારે હવે માંડલમાં બનેલી આ હુમલાની ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *