વડાપ્રધાન મોદી આજથી 6 દિવસમાં 5 દેશની મુલાકાત લેશે

Spread the love
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી છ દિવસ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. જેમાં તેઓ યુનાઈટેડ આરબ એમિરેટ્સ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. પાંચ દેશની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ યુએઈ પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યામ સાથે મંત્રણા કરશે. દ્વિપક્ષી સંબંધોમાં મુખ્યત્વે ઊર્જા સહકાર અને પ્રાદેશિક-આંતરરાષ્ટ્રીય વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન થશે.

બીજા દિવસે મોદી નેધરલેન્ડ્સના વડાપ્રધાન સાથે સંરક્ષણ, ઈનોવેશન ગ્રીન હાઈડ્રોજન સેમિકંડક્ટર જેવા વિષયો પર ચર્ચા કરશે. સ્વીડનના વડાપ્રધાન સાથે તેઓ એઆઈ, સ્ટાર્ટઅપ્સ, સ્પેસ જેવા વિષયો પર વાતચીત કરશે. સોમવારે નોર્વેના વડાપ્રધાન સાથે દ્વિપક્ષી વાટાઘાટો થશે અને ઈન્ડો-નોર્ડિક સમિટમાં હાજરી આપશે. મંગળવારે ઈટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો ગોર અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત યોજાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *