‘કલેક્ટર પાસે જૂતા સાફ કરાવીશ’: આઝમ ખાનને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી, વિવાદિત નિવેદન આપી ફસાયા

Spread the love
રામપુર: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ડીએમ અને અન્ય સરકારી અધિકારીઓને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ આ મામલામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં રામપુરની એમપી-એમએલએ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને દોષિત માનતા બે વર્ષની સજા સંભળાવી છે.

હકીકતમાં જોઈએ તો, 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને એક રેલીમાં સરકારી અધિકારીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં આઝમ ખાન કહી રહ્યા હતા કે સબ ડટે રહો, યે કલેક્ટર-પલેક્ટર સે મત ડરિયો, યે તનખ્વાહિયા હૈ, તનખ્વાહિયો સે નહીં ડરતે, દેખે હૈ, માયાવતીજી કે ફોટો કેસે બડે બડે અફસર રુમાલ નિકાલકર જૂતે સાફ કર રહે હૈ, ઉન્હી સે હે ગઠબંધન, ઉન્હી કે જૂતે સાફ કરવાઉંગા ઈનસે, અલ્લાહને ચાહા તો.

 

શું હતો સમગ્ર મામલો

 

આઝમ ખાનના આ નિવેદનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ રામપુરની એમપી/એમએલએ કોર્ટમાં ચાલી રહ્યો હતો. પાછલી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આજે આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. આઝમ ખાન વર્તમાનમાં રામપુર જેલમાં બંધ છે. તેમના વકીલ અને અભિયોજન પક્ષ બંને આજે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. આ કેસ સાત વર્ષ જૂનો છે અને લાંબા સમયથી કોર્ટમાં પ્રક્રિયામાં ચાલી રહ્યો હતો. આઝમ ખાન પર કેટલાય અન્ય કેસ પણ ચાલી રહ્યા છે, પણ આ વિવાદિત નિવેદનનો કેસ ખૂબ ચર્ચિત રહ્યો હતો.

 

આઝમ ખાન કયા કયા કેસમાં દોષિત

 

સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાન પર કેટલાય કેસો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસોમાં કેટલાયમાં તેઓ દોષિત સાબિત થયા છે. બે પાન કાર્ડ ફ્રોડ મામલામાં આઝમ ખાન અને તેમના દીકરા અબ્દુલ્લા આઝમને 7 વર્ષની જેલ સજા અને 50,000 રુપિયાનો દંડ લગાવ્યો છે. અપીલમાં રામપુર સેશન કોર્ટે એપ્રિલ 2026માં સજા યથાવત રાખી. આ જ કારણથી આઝમ ખાન હજુ પણ જેલમાં છે. 2016ના ડુંગરપુર કોલોનીમાં બળજબરી બેદખલ અને લૂંટના મામલામાં તેમને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. નકલી જન્મ પ્રમાણ પત્ર મામલામાં આઝમ ખાન, પત્ની તનીઝન ફાતિમા અને દીકરા અબ્દુલ્લાને 7 વર્ષની સજા થઈ હતી. હેટ સ્પીચ અને ભડકાઉ ભાષણ મામલામાં તેમને 2-3 વર્ષની સજા મળી ચુકી છે. નકલી હથિયાર લાઈસન્સ, સરકારી કામમાં અડચણ ઊભી કરવી વગેરે કેસોમાં પણ નાની મોટી સજા ભોગવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *