ભારતમાં પહેલીવાર કેપ્ટાગોનનો કાળો કારોબાર ઝડપાયો! મુન્દ્રા બંદરે 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, સિરિયાથી આવેલા કન્ટેનરે ઉડાવ્યા હોશ!

Spread the love

દિલ્લી NCBએ સિરિયાથી ઉનના નામે આયાત થયેલા કન્ટેનરમાંથી 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપી પાડયું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન બદલ X પર પોસ્ટ કરી NCB

મોદી સરકાર ‘ડ્રગ-ફ્રી ઈન્ડિયા’ માટે દૃઢ સંકલ્પિત છે.

‘ઓપરેશન RAGEPILL’ દ્વારા અમારી એજન્સીઓએ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન, જેને કહેવાતું ‘જેહાદી ડ્રગ’ પણ કહેવામાં આવે છે, તેવો જથ્થો ઝડપી પાડ્યો છે તે વાત ગર્વ સાથે શેર કરું છું.

મિડલ ઈસ્ટ મોકલવામાં આવનાર આ ડ્રગ્સના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ અને એક વિદેશી નાગરિકની ધરપકડ, ડ્રગ્સ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે.

હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે, ભારતની અંદર પ્રવેશતા કે ભારતના માર્ગનો ટ્રાન્ઝિટ તરીકે ઉપયોગ કરીને બહાર જતાં દરેક ગ્રામ ડ્રગ્સ સામે અમે કડક કાર્યવાહી કરીશું.

NCBના બહાદુર અને સતર્ક યોદ્ધાઓને હાર્દિક અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *