પોતાનું નામ સાઈટ પરથી હટાવવા પૂર્વ આરએમઓ ઢોલ વગાડતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ પાસે પહોંચ્યા

Spread the love

 

ધ્રીબાંગ… છીબાંગ… આજે બપોરે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ બહાર ઢોલ વાગતા ઓફિસ સ્ટાફ સહિતના બહાર ડોકિયું કરવા નીકળતા પૂર્વ આરએમઓ ડો.એમ.સી. ચાવડા ઢોલ સાથે આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ ડૉ.એમ.સી.ચાવડાએ ઢોલ વગડાવી સિવિલના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાને રજૂઆત સાથેનું આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ફરજ દરમિયાન જે તે વખતે પીએમએસએસવાય યોજનાના નોડલ તરીકે મારી નિમણુંક કરી હોવાથી પીએમએસએસવાય યોજનાની એપ્લિકેશન, આઇઆરડી અને જીઈએમ પોર્ટલ ઉપર મારા નંબર અને નામ રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં નિવૃત થયાને છ મહિના જેટલો સમય થવા આવ્યો છે. એમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા મારા નંબર કે મારું નામ હટાવવામાં આવ્યું નથી. જેના કારણે દર્દીઓ તેમના સ્વજનો, પોલીસ, સહિતના કર્મચારીઓ ગમે ત્યારે ફોન કરી વિગતો માગી રહ્યા છે. જેના કારણે વખતો વખત ફોનમાં તમામ સાથે ઘર્ષણ થાય છે. જે અંગે પણ આપને અનેકવખત રજૂઆત કરવામાં આવી છે અને ફોન રેકોર્ડ પણ મોકલવામાં આવ્યા છે. એમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા છ મહિનાથી વેબસાઈટ ઉપરવી મારા નંબર રદન કરતા મુશ્કેલી પડી રહી છે. એનો ભોગ માત્ર હું એક નહીં, પબ્લિક, અને પોલીસ પ્રસાસન સહિતના બની રહ્યા છે. માટે તંત્ર જાગીને વહેલી તકે જવાબદારી સંભાળનાર જે તે વ્યક્તિનો નંબર એડ કરી મારો નંબર હટાવવામાં આવે તેમ અંતમાં જણાવ્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *