ભારત ટેક્સી બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઓપરેટિવ : 35 લાખ યુઝર્સ – 6 લાખથી વધુ ડ્રાઇવરો જોડાયા

Spread the love

ડ્રાઇવરોની આવકમાં 25% થી 30% વધારો, મુસાફરોને 15% સુધી બચત અને ગુજરાત પોલીસ સાથે SOS સુરક્ષા સંકલનથી પરિવહન ક્ષેત્રમાં નવી ડિજિટલ સહકાર ક્રાંતિ

ગુજરાતમાં સહકારિતાના મોડેલને નવી દિશા આપતી ભારત ટેક્સી આજે વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરી આવી છે. 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવરો સાથે આ પ્લેટફોર્મ હવે માત્ર એક એપ નહીં પરંતુ ડ્રાઇવરોની માલિકી આધારિત ડિજિટલ પરિવહન ક્રાંતિ બની ગયું છે.

5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરાયેલ આ પ્રોજેક્ટ ટેક્નોલોજી અને સહકારના મિશ્રણથી ઝડપથી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, કમિશન વગરના મોડેલને કારણે ડ્રાઇવરોની માસિક આવકમાં સરેરાશ 25% થી 30% સુધીનો વધારો નોંધાયો છે, જ્યારે મુસાફરોને પારદર્શક ભાડા માળખાના કારણે લગભગ 15% સુધીની બચત થઈ રહી છે.ભારત ટેક્સી દ્વારા ડાયનેમિક પ્રાઇસિંગના બદલે સ્થિર અને પારદર્શક ભાડા સિસ્ટમ અપનાવવામાં આવી છે, જેના કારણે મુસાફરોમાં વિશ્વાસ વધ્યો છે. ડ્રાઇવરોનું કહેવું છે કે હવે તેમને સીધી ચુકવણી અને વધુ સારો રેટ મળતા જીવનમાં આર્થિક સ્થિરતા આવી છે.સુરક્ષા અને ટેક્નોલોજીના સંયોજન રૂપે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. સાથે જ 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ હેન્ડલિંગ અને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવામાં આવી છે.અમદાવાદ અને સુરતમાં સફળતા બાદ હવે કંપની વડોદરામાં વિસ્તરણની તૈયારીમાં છે, તેમજ એરપોર્ટ, મેટ્રો અને GSRTC સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા મુસાફરીને વધુ સરળ બનાવવામાં આવી રહી છે.આ રીતે ભારત ટેક્સી સહકારિતા આધારિત ડિજિટલ પરિવહન ક્ષેત્રમાં એક નવી દિશા સ્થાપિત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *