
જેના કારણે શહેરીજનોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં મીની વાવાઝોડું
હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં ભારે પવન ફૂંકવાનું શરૂ થયું છે. મીની વાવાઝોડા જેવો પવન ફેંકાતા દાહોદમાં સાઈન બોર્ડ ધરાશાઈ થયું છે. ગરબાડા ચોકડી નજીક વાવાઝોડાના કારણે સ્માર્ટ સીટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થયું હતુ. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બીજી બાજુ દાહોદના ગરબાડા અલીરાજપુરનો બંન્ને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે.
સંજેલીમાં વૃક્ષ ધરાશાયી
તો સંજેલી તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઠંડા પવનના સુસવાટા-વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું છે. સંજેલીના ચમારીયા રોડ પર વૃક્ષ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વૃક્ષ ધરાશાયી થતા સંજેલી ચમારીયા રોડનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
હવામાન વિભાગે કરી હતી આગાહી
નોંધનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં હતી. રાત્રે 10 વાગ્યા સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ખેડા, ગાંધીનગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અમદાવાદ સહિત કુલ 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તો મુસાફરી ટાળવાની અપીલ કરી છે.