મોબાઇલ ટાવર વિવાદ ગરમાયો: રહિશોએ કલેક્ટર સમક્ષ ઉઠાવ્યો અવાજ

Spread the love

ગાંધીનગરના સેક્ટર 3/C માં રહેણાંક વિસ્તારની નજીક એક ખાનગી કંપની દ્વારા નિયમો વિરુદ્ધ મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે.

 

સ્થાનિક રહીશોની મંજૂરી વિના થઈ રહેલી આ કામગીરીને અટકાવવા માટે કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે. ગાંધીનગરના સેક્ટર 3/C માં આવેલ પ્લોટ નંબર 463/2 ની પાસે રહેતા નાગરિકોએ કલેક્ટર સમક્ષ એક લેખિત અરજી રજૂ કરી છે.

 

લાભચંદ્ર પટેલ અને અન્ય સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાનગી કંપની દ્વારા તેમના રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક ટાવર ઊભો કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે. વસાહતીઓનો આરોપ છે કે DoT ના નિયમોનું પાલન કર્યા વિના અને આસપાસ રહેતા લોકોની પરવાનગી (NOC) લીધા વગર આ કામ શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોના મતે, આ ટાવરના રેડિયેશનના કારણે બાળકો, વડીલો અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ છે.

 

આ પ્રવૃત્તિથી માથાનો દુખાવો અને ઊંઘ ન આવવી જેવી શારીરિક સમસ્યાઓ થવાની શક્યતા છે. આ બાબતે લોકોએ કલેક્ટરને તપાસ કરીને કામગીરી

તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે. આ રજૂઆત સાથે સોસાયટીના 30 જેટલા સભ્યોની સહીઓવાળું પત્રક જોડવામાં આવ્યું છે, જેમાં ભાલચંદ્ર પટેલ, મુકેશ પટેલ, કીરીટ પટેલ અને વિજય દરજી સહિતના રહીશો સામેલ છે. આ વિરોધ પત્રની નકલ ગાંધીનગરના ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરને પણ આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *