મંજૂરી વગર આડેધડ ખડકાતા વધુ 1933 બોર્ડ-બેનર જપ્ત

Spread the love
રાજકોટ, તા. 4 મનપાની દબાણ હટાવ શાખા દ્વારા તા.16થી 31ના પખવાડિયા દરમ્યાન શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાયી દબાણ રેકડી-કેબીન, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરીમાં 111 રેંકડીઓ ઉપાડવામાં આવી હતી તો આડેધડ મારવામાં આવતા 1933 બોર્ડ-બેનર જપ્ત કરાયા હતા. 

શહેરના સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીના વિસ્તાર પરથી 1933 બોર્ડ-બેનર જપ્ત કરી દેવાયા હતા.

તો શાક માર્કેટ સહિતના ઇસ્ટ-વેસ્ટ-સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાંથી નડતર રૂપ 111 રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી. રેસકોર્સ, જયુબીલી, પેડક રોડ સહિતના વિસ્તારોમાંથી જુદી-જુદી અન્ય 391 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરાઇ હતી.

 

કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, પરાબજાર પાસેથી 1981 કિલો શાકભાજી, ફળ કબ્જે લેવાયા હતા. તો અલગ અલગ વિસ્તારમાંથી 1.ર7 લાખનો મંડપ કમાન છાજલી ચાર્જ અને રૂ.4.64 લાખનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *