બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત

Spread the love

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં એક રાહદારી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ અકસ્માત બાવળા-બગોદરા હાઈવે પર આવેલા ભાયલા બ્રિજ નજીક સર્જાયો હતો.હાઈવે પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનચાલકે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને જોરદાર ટક્કર મારી હતી.

યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી

 

અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા ભૂલીને પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.આ અકસ્માત અંગે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી.108 ની ટીમ ખૂબ જ ઝડપથી ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

 

સારવાર પહેલા જ યુવકનું મોત

 

જો કે,કમનસીબે યુવકને હોસ્પિટલ ખસેડીને યોગ્ય સારવાર મળે તે પહેલાં જ તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.આ ઘટનાની જાણ થતાં જ કેરાળા પોલીસની ટીમ પણ તાત્કાલિક અકસ્માતના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.કેરાળા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *