China Reject Chili:ચીને ફરી વખત ભારતને આપ્યો ઝાટકો, ચોખા બાદ હવે મરચાની મોટી ખેપ પાછી મોકલ,છેવટે કયું કારણ જવાબદાર છે?

Spread the love

માર્ચ મહિનામાં ચીને ચોખાના જથ્થાને પરત કર્યો ત્યારબાદ હવે ભારતમાંથી મોકલવામાં આવેલા મરચાની 3 ખેપને પણ પરત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ચીન દ્વારા સૂકા મરચાની ઓછામાં ઓછી 3 જેટલી ખેપ પરત કરવામાં આવી છે. આ સાથે મસાલામાં મેથામિડોફોસના અવશેષ હોવાના આરોપ સાથે ત્રણ જેટલા ભારતીય નિકાસકર્તાને સસ્પેન્ડ કરી દીધા છે.ચીને ખાસ કરીને ઓલિયોરેસિનને મેળવવા માટે તેજા પ્રકારના મરચાની ખરીદી કરે છે. બિઝનેસલાઈનના અહેવાલ પ્રમાણે ચીનને વાર્ષિક ધોરણે નિકાસ કરવામાં આવતા મરચા 1.5 લાખ ટનથી 1.9 લાખ ટન વચ્ચે હોય છે. વર્ષ 2024-25 દરમિયાન ભારતે ચીનમાં 2.36 લાખ ટન મરચાની નિકાસ કરી હતી. જે 31 ટકાની વૃદ્ધિ સાથે વિક્રમજનક નિકાસ થઈ હતી. ભારતની મરચાની નિકાસ વર્ષ 2024-25માં 7.15 લાખ ટન પહોંચી ગઈ છે, જે ગયા વર્ષની 6.01 લાખ ટનની તુલનામાં 19 ટકા વધારે છે.

 

 

ભારતમાં મેથામિડોફોસ રજિસ્ટર્ડ નથી?

 

ચીનને લાલ મરચામાંથી મેથામિડોફોસના અવશેષ મળી આવ્યા બાદ ભારતના મરચાંની ખેપ પરત કરી છે. બિઝનેસલાઈનની માહિતી પ્રમાણે આ કિસ્સામાં દક્ષિણ એશિયા જૈવ ટેકનોલોજી કેન્દ્ર (SABC)ના સંસ્થાપક નિર્દેશક ભાગીરથ ચૌધરીનું કહેવું છે કે નિકાસ કરવામાં આવતા મરચાની ખેપમાં મેથામિડોફોસ મળીવવું મોટી ચિંતાનો વિષય છે, કારણ કે ભારતમાં કૃષિ ઉપયોગ માટે મેથામિડોફોસ અલગથી મેથામિડોફોસ અલગથી રજિસ્ટર્ડ નથી.જોકે આ એસીફેટ (Acephate) નામના કીટનાશકને તૂટવાથી બનનારા અવશેષો હોઈ શકે છે, જે ભારતમાં કેટલાક પાકો પર ઉપયોગ માટે રજિસ્ટર્ડ છે, અને સામાન્ય રીતે કેટલાક મરચાના ઉત્પાદક તેનો ઉપયોગ કરે છે.

 

મરચાંની ખેપ રિજેક્ટ કરવામાં આવવી તે નાની વાત નથી

 

ચૌધરીનું કહેવું છે કે ચીન દ્વારા ભારતીય મરચાની ખેપ રિજેક્ટ કરવામાં આવી તે નાની વાત નથી. પણ એ બાબત દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હવે ખાદ્ય સુરક્ષાને લગતા નિયમ ખુબ જ કડકપણે લાગુ છે. ખાસ કરીને કીટનાશક અવશેષ અને અન્ય ગુણવત્તાને લગતા માપદંડો. વર્ષ 2024-25માં ચીન તરફથી સસ્તી કિંમતોના ફાયદા ઉઠાવી ભારતથી રેકોર્ડ પ્રમાણમાં મરચાની ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *