કેનેડામાં ગેંગસ્ટર્સ પર સકંજો..! 16 ભારતીયોની ધરપકડ, 56 ગંભીર ગુનાહિત આરોપો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે શું છે કનેક્શન..?

Spread the love

કેનેડાના અલ્બર્ટા પ્રાંતના કેલગરી શહેરમાં પોલીસે સાઉથ એશિયન સમુદાયને નિશાન બનાવતા એક મોટા સંગઠિત ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં ગેંગસ્ટર્સ વોર અને હિંસક સિન્ડિકેટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા કેલગરી પોલીસે 16 ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે, જેમના પર ખંડણી, હિંસક હુમલા અને ફાયરિંગ સહિત કુલ 56 જેટલા ગંભીર ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે.કેલગરી પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે આ પકડાયેલા આરોપીઓનું કનેક્શન લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડીબ્રાર કે રોહિત ગોદારા જેવી કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે છે કે નહીં..? કારણ કે તાજેતરના વર્ષોમાં કેનેડામાં આવી ગેંગો સક્રિય રહી છે. આ ગુનાહિત નેટવર્ક સ્થાનિક વેપારીઓ અને લોકોને હથિયારોના જોરે ધાક ધમકી આપને ધમકાવીને ખંડણી ઉઘરાવવાનું, હિંસક કૃત્ય આચરવાનું અને અપહરણ કરવાનું કામ કરતું હતું. માર્ચ 2026માં થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસને આ ગેંગના તાર મળ્યા હતા, જેમાં આરોપી જરમનજીતસિંહ, જસ્કરણસિંહ અને કરણબીરસિંહ જેવા શખ્સો સામેલ હતા, જેમણે પુરાવાનો નાશ કરીને ગાડી સળગાવી દીધી હતી.

આ સિવાય મે 2026માં અમનદીપ મલ્હી અને સંદીપ સિંહ નામના શખ્સો ખંડણીના નેટવર્ક સાથે પકડાયો હતો, જ્યારે દક્ષ ગૌતમ, આકાશદીપ અને ગગનદીપ સહિતના 5 સાગરીતો હથિયારોના બળે અપહરણ અને બંધક બનાવવાની ઘાતકી કાવતરૂં રચતા ઝડપાયા હતા. ટ્રાફિક ચેકિંગ દરમિયાન પકડાયેલા 20 વર્ષીય રવજોત તૂર પાસેથી પ્રતિબંધિત ઓટોમેટિક હથિયારો અને ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કેલગરી પોલીસ સર્વિસે આ તમામ કથિત ગુનેગારોની તસવીરો જાહેર કરીને સ્થાનિક જનતાને અપીલ કરી છે કે જો તેઓ આમાંથી કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા તેમના નકલી નામો વિશે જાણતા હોય તો તુરંત ક્રાઈમ સ્ટોપર્સને જાણ કરે. હાલમાં કેનેડિયન તપાસ એજન્સીઓ આ નેટવર્કના ફંડિંગના સ્ત્રોત, ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેઈન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કઇ કનેક્શન છે કે કેમ..? આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર્સ સિન્ડિકેટના નેટવર્ક પાછળ કોણ છે? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *