1100 રૂપિયાની પેંશન લેવા પહોચ્યા વડીલના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા, બેંકમાં મચ્યો હોબાળો, જાણો પછી શુ થયુ

Spread the love

વિચાર્યુ હતુ કે 1100 રૂપિયાની વૃદ્ધ પેંશન કાઢીશુ પણ જેવી જ પાસબુક પ્રિંટ થઈ. એકાઉટન્ટના હાથપગ ફુલી ગયા.. બિહારના સમસ્તીપુર જીલ્લાના સરાયરંજનથી એક આવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેણે બેંક અધિકારીઓથી લઈને સામાન્ય લોકોના હોશ ઉડાવી દીધા છે. અહી એક વડીલ પોતાના વૃદ્ધપેંશનન માત્ર 1100 રૂપિયા કાઢવા માટે બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) પહોચ્યો હતો.જ્યારે તેના ખાતાનુ બેલેંસ ચેક કરવામાં આવ્યુ તો કમ્પ્યુટર સ્ક્રીન પર જે આંકડો ચમક્યો, તેને સૌને ચોંકાવી દીધા. વૃદ્ધના ખાતામાં એક બે લાખ નહી પણ પુરા 759 કરોડ રૂપિયાથી વધુની રકમ દેખાય રહી હતી.

 

 

Gold Silver Rate Today- સોના-ચાંદીના શોખીનો માટે ખુશખબર! ભાવમાં ભારે ઘટાડો, જાણો આજેનો તાજો રેટ

 

પગ નીચેથી સરકી ગઈ જમીન – વૃદ્ધ અને ઘરના લોકોનુ ગ્રાઉંડ સ્ટેટમેંટ

 

આ ચોંકાવનારી ઘટના પછી જ્યારે વડીલ અને તેમના પુત્ર સાથે વાત કરવામાં આવી તો તેમની આંખોમાં નવાઈ અને ભય સ્પષ્ટ દેખાય રહ્યો હતો.

 

વૃદ્ધના પુત્ર એ શુ કહ્યુ

 

અમે તો દર મહિનાની જેમ આ વ્ખતે પણ પિતાજીની પેંશના 1100 રૂપિયા લેવા માટે ગયા હતા. જ્યારે એકાઉંટે અંગૂઠો લગાવીને બેલેંસ ચેંક કર્યુ તો તે પોતાની ખુરશી પરથી ઉછળી પડ્યો. તેણે પાસબુક પર જે નંબર પ્રિંટ કર્યો, તેને અમે પણ વાંચી શકતા નહોતા. અમને લાગ્યુ કે કોઈ મોટી મુસીબત ન આવી જાય તેથી અમે ગભરાઈને ઘરે આવી ગયા અને ગામના લોકોને બતાવ્યુ.

 

જેવા જ આ સમાચાર સરાયરંજન વિસ્તારમાં ફેલાયા વડીલના ઘરે તો લોકોની ભીડ જમા થવા માંડી. દરેક કોઈ એ જોવા માટે બેતાબ હતુ કે એક ઝટકામાં કોઈ પેંશનભોગી અરબપતિ કેવી રીતે બની ગયો.

 

શુ સાચે જ વૃદ્ધ અરબપતિ બની ગયા ? જાણો બેંકના અધિકારીઓનો પક્ષ

 

જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, સંબંધિત બેંકના બ્રાન્ચ મેનેજર અને વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી. બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોઈ જાદુઈ લોટરી કે મની ટ્રાન્સફર નથી, પરંતુ ટેકનિકલ ખામી કે સર્વર ભૂલ છે.

 

• રોકાયેલા પૈસા: બેંકે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને વૃદ્ધ વ્યક્તિના ખાતામાંથી કોઈપણ ઉપાડને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો છે અને ખાતાને હોલ્ડ પર રાખ્યો છે.

 

• અધિકારીઓનું નિવેદન: “કેટલીકવાર, સરકારી ભંડોળ ટ્રાન્સફર દરમિયાન અથવા બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અપડેટ કરતી વખતે ટેકનિકલ કોડિંગ ભૂલોને કારણે, આવા ડમી અથવા ખોટા ડેટા પ્રતિબિંબિત થાય છે. અમારી IT ટીમ આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહી છે. આ પૈસા કોઈ વ્યક્તિના નથી અને ટૂંક સમયમાં સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે.”

 

રાહુલ દ્રવિડ બનશે ઈગ્લેંડ ટેસ્ટ ટીમના કોચ ? મૈકુલમ ના હટ્યા બાદ અનેક પૂર્વ દિગ્ગ્જ ખેલાડીઓ રેસમાં સામેલ

 

શું આવા કિસ્સાઓ પહેલા બન્યા છે?

 

બિહાર કે દેશમાં અન્યત્ર આવો ‘ચમત્કાર’ પહેલી વાર બન્યો નથી. ખાગરિયા અને કટિહાર જિલ્લામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના ખાતામાં લાખો રૂપિયા દેખાતા હોવાના અગાઉના કિસ્સાઓ નોંધાયા છે, જે પાછળથી બેંકિંગ સોફ્ટવેરમાં સિસ્ટમ બગ હોવાનું સાબિત થયું છે.

 

સલાહ: બેંક નિષ્ણાતો કહે છે કે જો તમને ક્યારેય તમારા ખાતામાં આવી અજાણી કે મોટી રકમ દેખાય, તો તેને ઉપાડવાનો કે ખર્ચ કરવાનો પ્રયાસ પણ કરશો નહીં. આમ કરવું કાનૂની ગુનો છે. તાત્કાલિક તમારી નજીકની બેંક શાખામાં તેની જાણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *