73 વર્ષની ઉંમરે મહિલાને પ્રેમ કરવાના અભરખા જાગ્યા, સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ, યુવકે 57 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો

Spread the love

73 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રની એક વૃદ્ધ મહિલાને પોતાનાથી અડધી ઉંમરના શખ્સ સાથે લગ્નના સપના જોવા ભારે પડ્યા. આ શખ્સે વૃદ્ધ મહિલા સાથે સોશિયલ મીડિયા પર દોસ્તી કરી. પછી મીઠી મીઠી વાતો શરુ થઈ ગઈ. થોડા જ દિવસોમાં આ શખ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો કે તેણે સામેવાળાને પોતાનો માની લીધો. પણ તેને ક્યાં ખબર હતી કે, આ સંબંધ નહીં પણ એક એવી જાળ હતી, જેમાં ફસાતા જ તેની આખી જિંદગી બરબાદ થઈ જશે.પોલીસના જણાવ્યા અનુસાર, આ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને આરોપીએ પહેલા મહિલાના ઘરમાંથી દાગીના ગાયબ કરી દીધા, પછી તેના નામ પર એક મોબાઈલ સિમ પણ લઈ લીધું. તેણે પુણેમાં આલિશાન ઘર અપાવવાનું સપનું બતાવી તેનું મકાન પણ વેચાવી નાખ્યું. વળી રૂપિયા હાથમાં આવતા જ આ શખ્સ હંમેશા માટે ગાયબ થઈ ગયો. લાખ કોશિશ કરવા છતાં પણ આ મહિલાને પછી આ વ્યક્તિ સાથે સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારે જતાં અહેસાસ થયો કે, આરોપીએ તેને લગભગ 57 લાખનો ચૂનો લગાવી દીધો છે.

 

ત્યાર બાદ આ મહિલાએ આખી ઘટના પોલીસને સંભળાવી. અહીંથી આ શાતિરની કહાની ખુલવાની શરુ થઈ. તપાસ આગળ વધી તો પોલીસને જાણવા મળ્યું કે, આરોપી કેટલીય એકલી રહેતી, વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે રમી ચુક્યો છે.

 

તે મહિલાઓને લગ્નની લાલચ આપી તેમને પોતાની જાળમાં ફસાવતો અને પછી તેમને છેતરીને ફરાર થઈ જતો. પોલીસનું કહેવું છે કે, આરોપી વૈવાહિક વેબસાઈટ અને અખબરોમાં છપાયેલી વિવાહની જાહેરાતો દ્વારા મહિલાઓનો સંપર્ક કરતો હતો.

 

તે પહેલા આ મહિલાઓનો વિશ્વાસ જીતતો, પછી લગ્ન અને સાથ આપવાનું વચન આપતો. ત્યાર બાદ પૈસા, દાગીના અને બીજી કિંમતી વસ્તુઓ લઈ લેતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે બીજી મહિલાઓના નામ પર લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. અમુક કિસ્સામાં તેણે મહિલાઓના નામ પર લોન પણ લઈ લીધેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક પીડિતાએ આરોપી પર યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો, આ તમામ આરોપોની તપાસ હાલમાં ચાલી રહી છે.

 

લગભગ એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદ વિષ્ણુનગર પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અનુજ સંતોષ તિવારી ઉર્ફ અનુજ કુમાર ત્રિવેદી તરીકે થઈ છે. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે પોલીસ એ જાણવામાં લાગેલી છે કે આરોપીએ આ મહારાષ્ટ્ર ઉપરાંત દેશના બીજા રાજ્યોમાં કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે. શરુઆતી તપાસમાં એવા સંકેત મળે છે કે આ છેતરપિંડી ખાલી એક બે મામલા સુધી મર્યાદિત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *