ગુજરાતમાં 10 ઇંચ વરસાદની આગાહી! સિસ્ટમ મજબૂત બનતા આ વિસ્તારોમાં સર્જાશે પૂર જેવી સ્થિતિ

Spread the love

ગુજરાતમાં ચોમાસુ હવે પૂરજોશમાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે. તેમના મતે, 22 જુલાઈથી ગુજરાતમાં એક નવી અને ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં પાણી ભરાઈ શકે છે.

 

ઉત્તર, મધ્ય ગુજરાત અને કચ્છમાં પૂર જેવી સ્થિતિની શક્યતા નવી વરસાદી સિસ્ટમને કારણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે.મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતા છે. હવામાન નિષ્ણાતોના મતે, જો આ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ સુધી ભારે વરસાદ પડી શકે છે.

 

નર્મદા અને સાબરમતી નદીઓના જળસ્તરમાં વધારો

ગુજરાતની જીવાદોરી સમાન નદીઓમાં નવા પાણીની ભારે આવક થવા જઈ રહી છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે, નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે, સાબરમતી નદીમાં નવા પાણીની આવક થવાની પ્રબળ શક્યતા છે, જે બંધનું સ્તર વધારવામાં મદદરૂપ સાબિત થશે.

 

સૌરાષ્ટ્રમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે?

 

સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે. દ્વારકા અને પોરબંદર (પશ્ચિમ સૌરાષ્ટ્ર)માં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4 ઇંચ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં હળવોથી ભારે વરસાદ પડશે.

 

દક્ષિણ ગુજરાત માટે ‘રેડ એલર્ટ’: 8 થી 10 ઇંચ વરસાદની આગાહી

24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત પર આકાશી આફત આવી શકે છે. આ 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં 8 થી 10 ઇંચનો અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક નાની નદીઓમાં પૂર આવવાની સંભાવના છે. વહીવટીતંત્રે નદી કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપી છે.

 

ઓગસ્ટમાં પણ વાદળછાયું વાતાવરણ ચાલુ રહેશે

રાહતની વાત એ છે કે વરસાદનો આ રાઉન્ડ ફક્ત જુલાઈ પૂરતો મર્યાદિત રહેશે નહીં. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં પણ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેના કારણે દેશના લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ તે જ સમયે, અતિ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *