સચિવાલયમાં કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર થાય છે કે નહીં તેની ચકાસણી માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માના આદેશ બાદ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની હાજરીની તપાસ કરવામાં આવી હતી.
પ્રવેશદ્વાર પર જ ઓળખકાર્ડ સહિત હાજરી અંગે ચકાસણી
સચિવાલયના બ્લોક નંબર 1થી 14 સુધીના વિવિધ વિભાગોના પ્રવેશદ્વાર પર કર્મચારીઓના ઓળખકાર્ડ સહિત હાજરી અંગે ચકાસણી કરવામાં આવી હતી.
કર્મચારીઓ નિયત સમયસર ઓફિસમાં પહોંચે છે કે નહીં તેની તપાસ માટે પ્રવેશદ્વાર પર જ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
મોડા આવનાર કર્મચારીઓની નોંધ કરાઈ
આ દરમિયાન મોડા પહોંચેલા કર્મચારીઓની નોંધ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ ચેકિંગને પગલે સચિવાલયમાં કર્મચારીઓની સમયસર હાજરી અને ઓફિસમાં નિયમિતતા જળવાય તે માટે તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી હોવાના સંકેત મળ્યા છે.
