મધ્ય પ્રદેશના બાલાઘાટમાં એક સમય એવો હતો જ્યારે લોકોની આંખોમાં પૈસાને ડબલ કરવાના સપના હતા. અમુક વગદાર પોતાની કાળી કમાણીની લાલચમાં આવી પછી તો સામાન્ય લોકો પણ આ લાલચમાં આવી લાઈનમાં લાગવા લાગ્યા. તેમાં કેટલાય લોકોએ તગડી કમાણી કરી તો કેટલાય લોકો એવા હતા જેમણે જિંદગી ભરની કમાણી, દાગીના, જમીન વેચી પૈસા ડબલ કરવાના લ્હાયમાં બધું જ દાવ પર લગાવી દીધું.તેમાં ખેડૂતો, મજૂરથી લઈ શિક્ષક, પોલીસ સહિત નેતાઓ પણ આંટીમાં આવી ગયા હતા. શરુઆતમાં તો બધું સારું ચાલતું રહ્યું કે આખરે આ ડબલ મની સ્કેમનો ભાંડો ફૂટી ગયો. હવે પોલીસનું કહેવું છે કે આ સ્કેમ લગભગ 600 કરોડ રૂપિયાનો છે. તેની પાછળ ગ્રામીણ પૃષ્ઠભૂમિથી આવેલો 12મું પાસ સોમેન્દ્ર કંકરાયને હતો. હવે વર્ષોથી ફરાર સોમેન્દ્ર જેલમાં ધકેલાયો છે, તો આવો જાણીએ આ 12મું પાસ નટવરલાલની કહાની.
આ કહાની શરુ થાય છે આજથી લગભગ 12 વર્ષ પહેલા, જ્યારે સોમેન્દ્ર કંકરાયને 12મું પાસ કર્યા બાદ એક કોલેજમાં બી.કોમમાં એડમિશન લે છે. સાથે જ ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરે છે. આ દરમ્યાન તેને ચસ્કો લાગે છે પૈસા કમાવાનો. તેના માટે તેને બિઝનેસ એક સારું ઓપ્શન હોવાનું લાગ્યું. પછી બધું છોડી તે ગામડે આવી ગયો. અહીં તેણે અનાજનો વેપાર શરુ કર્યો. તેમાં તેણે ધાન, ઘઉં, ચણા અને બીજી વસ્તુઓ ખરીદી અને તેનો સ્ટોક કરતો. જ્યારે ભાવ વધે ત્યારે તેને વેચી દેતો. પછી સોમેન્દ્રએ રિયલ એસ્ટેટમાં પોતાનો હાથ અજમાવ્યો. તેમાં સોમેન્દ્રએ સૌથી પહેલા એક જમીન ખરીદી હતી, જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા હતી. પછી તેણે આ જમીનને 35 લાખમાં વેચી દીધી. ત્યાર બાદ તેને લાગ્યું કે, આ બિઝનેસમાં જલદી અમીર બની શકાય છે.
રિયલ એસ્ટેટથી શરુ થયેલા બિઝનેસ ડબલ મનીમાં કેવી રીતે બદલાયો
સોમેન્દ્ર કંકરાયને અનાજનો બિઝનેસ છોડી રિયલ એસ્ટેટમાં હાથ અજમાવ્યો. આ બિઝનેસમાં તેને સારી સફળતા મળી. તેમાં જ તેણે હૈદરાબાદની એક કંપની માય હોમમાં રોકાણ કરવાનું શરુ કર્યું. આ દરમ્યાન તેણે પોતાની જૂની જમીન 11 એકર વેચી દીધી અને બધા પૈસા આ કંપનીમાં ઈન્વેસ્ટ કરી દીધા. તેનાથી તેને ઘણો ફાયદો થયો. તેથી તેણે સૌથી પહેલા પોતાના સંબંધીઓના પૈસા ડબલ કરી દીધા. પછી વિશ્વાસ બેસતા લોકો પણ તેમાં જોડાયા. આવા સમયે વર્ષ 2017માં શરુ થયેલું સ્કેમ 2019માં 70 કરોડ સુધી પહોંચી ગયું.
પહેલી વાર ભાંડો ફૂટ્યો તો કોણે બચાવ્યા
કહેવાય છે કે તે સમયે 70 કરોડ રૂપિયાથી વધારેની રકમ તે હૈદરાબાદની માય હોમ કંપનીમાં રોકાણ કરી ચુક્યો હતો. પણ કંપનીના લોકોએ તેની સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે સોમેન્દ્રને હૈદરાબાદમાં જ બંદી બનાવી લીધો હતો. જો કે તે ત્યાંથી કેવી રીતે છુટ્યો તેની કોઈ જાણકારી મળી શકી નથી. પછી ત્યાંથી આવ્યા બાદ તેના પર રોકાણકારોનું પ્રેશેર વધવા લાગ્યું. પણ રોકાણકારોને તેમના પૈસા મળ્યા નહીં. તો ગુસ્સો વધવા લાગ્યો. વર્ષ 2019માં પહેલી વાર સોમેન્દ્રનો ભાંડો ફૂટ્યો હતો. હકીકતમાં અહીં એક રોકાણકારને પૈસા પાછા ન મળતા સીએમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. ત્યારે રાજકીય સંરક્ષણના કારણે કોઈ કાર્યવાહી થઈ નહીં. જો તે સમયે કાર્યવાહી થઈ હોત તો આ સ્કેમ અબજો રૂપિયા સુધી ન પહોંચત.વર્ષ 2019માં જેવી તેને કાર્યવાહીમાંથી રાહત મળી તો તે બેલગામ થઈ ગયો. આવા સમયે તેણે લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું શરુ કરી દીધું. તેની સાથે ટીમ પણ બનતી ગઈ. તેમાં એક નામ હેમરાજ આંબાડરેનું છે. જે 6 મહિનામાં પૈસા ડબલ કરવાનું આશ્વાસન આપી રોકાણકારો પાસેથી પૈસા લેતો હતો. ત્યાર બાદ અજય કિડકે નામનો શખ્સ પણ જોડાયો. આ લોકોએ કેટલીય કંપનીઓ બનાવી. ત્યાર બાદ સામાન્ય લોકોથી લઈ વગદાર લોકો પણ પૈસા ડબલ કરવાની લાલચમાં રોકાણ કરવા લાગ્યા.
જાણો કેવી રીતે ચાલતી હતી આ સ્કિમ
બાલાઘાટના એસપી આદિત્ય મિશ્રા જણાવે છે કે, સોમેન્દ્રની ડબલ મની પોંઝી સ્કીમ ફ્લોપ થવા લાગી. ત્યારે તેણે નવો રસ્તો અપનાવ્યો. તેમાં તે નવા રોકાણકારોને પોંઝી સ્કીમમાં સામેલ કરતો હતો. તેમાં તે ગેરેન્ટી તરીકે પોસ્ટ ડેટેડ ચેકનો પણ ઉપયોગ કરતો હતો. પછી આવેલા રૂપિયાને જૂના રોકાણકારોને પાછા આપી દેતો. જેનાથી લોકોને વિશ્વાસ બેસતો. તેથી જે લોકોના પૈસા ડબલ થઈ જતાં તે લોકો ફરી આ સ્કીમમાં પૈસા ઈન્વેસ્ટ કરતા હતા. આમ આ ખેલ લગભગ ત્રણ વર્ષ સુધી ચાલતો રહ્યો. પછી આ સ્કીમમાં ધાંધિયા શરુ થવા લાગ્યા. આમ વર્ષોથી ચાલતો આ ખેલ ખતમ થતો દેખાવા લાગ્યો. પહેલી ફરિયાદ 2022માં નોંધાઈ હતી. તેમાં પોલીસને અંદાજ આવ્યો કે, આ પોંઝી સ્કિમ દ્વારા લોકોને 500થી 600 કરોડ રૂપિયા રોકી દીધા.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બે મહિનામાં મોટો ખેલ થયો
આ મામલામાં ખુલાસો 2022માં થયો. આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. ત્યાર બાદ પ્રશાસને સોમેન્દ્ર કંકરાયને અને તેના સાથીઓ પર કાર્યવાહી પણ કરી હતી. 17મેના રોજ સોમેન્દ્ર અને તેના સાથીઓની ધરપકડ થઈ હતી. આ દરમ્યાન સોમેન્દ્ર અને તેના સાથીઓ પર બડ્સ એક્ટ 2019 અંતર્ગત કાર્યવાહી પણ કરી હતી. વળી 27 જુલાઈ 2022ના રોજ જામીન પર બહાર આવ્યા. પણ એ અગાઉ તો વગદાર રોકાણકારોએ પોતાના પૈસા પાછા લેવા માટે સોમેન્દ્ર અને તેના સાથીઓને ધમકાવાનું શરુ કરી દીધું. આવા સમયે સોમેન્દ્ર અને તેના સાથીઓએ એજન્ટોની સંખ્યા વધારી દીધી. ત્યારે ગરીબ, મજૂરો અને મધ્ય વર્ગીય પરિવારોએ પોતાની જમા કરેલી પુંજી ખોઈ દીધી. 20 ડિસેમ્બર 2022ના રોજ સોમેન્દ્ર અને તેના સાથીઓની જામીન અરજી ફગાવી દીધી. જે બાદ તે ફરાર હતા.
જાણો કઈ રીતે પકડાયા
બાલાઘાટ એસપી આદિત્ય મિશ્રાએ જણાવ્યું કે, ધરપકડથી બચવા માટે તે તમામ ધાર્મિક સ્થળ પર ફરતો રહ્યો. આ બાજુ પોલીસે તેની કરોડોની સંપત્તિ જપ્ત કરી લીધી હતી અને જમીનની રજિસ્ટ્રી પર પણ રોક લગાવી દીધી. તપાસ દરમ્યાન પોલીસે રણનીતિ અંતર્ગત એક જમીનની રજિસ્ટ્રીની અનુમતિ આપી, જે બાદ આરોપી અને તેના સાથીઓના ટેલીગ્રામ એપ દ્વારા વાતચીત અને લેવડદેવડ શરુ થઈ. આ પોલીસ માટે સૌથી મોટો સુરાગ સાબિત થયો. ટેકનિકલી દેખરેખ અને લોકેશન ટ્રેકિંગના આધાર પર સ્પેશિયલ ટીમ હરિદ્વારા પહોંચી અને યોજનાબદ્ધ રીતે મુખ્ય આરોપી સહિત 8 લોકોની ધરપકડ કરી લીધી. તેમાં તેના મામા રામપ્રસાદ મંસૂરે પણ સામેલ છે. તેના મામા શિક્ષક છે, જે કેટલાય શિક્ષકોને ફસાવી ચુક્યો છે. આપને જણાવી દઈએ કે, તેમના પર 63થી વધારે કેસ નોંધાયેલા છે.
