શું ખરેખર એલ્યુમિનિયમ ફોઈલથી વાઈફાઈની સ્પીડ વધે ? જાણો WiFi ની સ્પીડ વધારવાનો આ જુગાડ કામનો છે કે નહીં

Spread the love

વાઈફાઈના રાઉટર પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાડવાનો નુસખો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં રોજ રોજ નવા નવા જુગાડ વાયરલ થતા હોય છે. આવો જ જુગાડ વાઈફાઈની સ્પીડને લઈને વાયરલ થઈ રહ્યો છે. આ જુગાડમાં દાવો કરવામાં આવે છે કે એલ્યુમિનિયમ ફોઈલ રાખવાથી વાઈફાઈની સ્પીડ અનેકગણી વધી જાય છે. હવે પ્રશ્ન એ થાય કે રોટલી બાંધવા માટે જે ફોઈલ યુઝ થતું હોય તે ખરેખર વાઈફાઈની સ્પીડ વધારી શકે ?

એલ્યુમિનિયમ ફોઈલનો જુગાડ

 

જાણકારોના મતે એલ્યુમિનિયમ ફોઈલ રાઉટર પાછળ રાખવાથી વાઈફાઈના રેડિયો તરંગો તેના પર રિફ્લેક્ટ થાય છે અને શક્ય છે કે ઘરની કોઈ જગ્યાએ વાઈફાઈ સિગ્નલ વધી પણ જાય પરંતુ ફોઈલના કારણે ઘરના અમુક ભાગ ડેડ ઝોન બની શકે છે. એટલે કે તે જગ્યાએ સિગ્નલ જતા બંધ થઈ જશે. એટલા માટે નિષ્ણાંતો કહે છે કે આખા ઘરમાં વાઈફાઈની સ્પીડ બરાબર મળે તે માટે ફોઈલ નહીં રાઉટર યોગ્ય દિશામાં હોય તે જરૂરી હોય છે.

 

એલ્યુમિનિયમ ફોઈલ કામ કરે તો છે

વાયરલ નુસખો સાવ ખોટો છે તેવું પણ ન કહી શકાય કારણ કે ફોઈલ વાઈફાઈ સિગ્નલને ખાસ દિશા તરફ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તેના માટે કોઈ જાદુ કામ નથી કરતું તેની પાછળ વિજ્ઞાન છે. એલ્યુમિનિયમ એક રિફ્લેક્ટિવ ધાતુ હોય છે. જ્યારે તમે કોઈ રાઉટર પાછળ એક રિફ્લેક્ટર રાખો છો તો તેના સિગ્નલ વિખેરાતા નથી કોઈ ખાસ દિશામાં કેન્દ્રિત થાય છે. પણ ફાયદો થાય તેના માટે યોગ્ય જાણકારી અને જ્ઞાન હોવું જરૂરી છે. નહીં તો એલ્યુમિનિયમ ફોઈલ લગાડ્યા પછી વાઈફાઈમાં ગડબડ પણ શરુ થઈ શકે છે.

 

એલ્યુમિનિયમ ફોઈલ ગડબડનું કારણ ક્યારે બને ?

મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર કોઈ જુગાડ જોઈ તેનું અનુકરણ કરે છે. આવી ભુલ જો રાઉટર અને ફોઈલ સાથે કરો તો ઘરમાં ઈંટરનેટની સ્થિરતા ખરાબ થઈ જાય. જો ફોઈલ બરાબર રીતે ન લગાવો તો ઘરમાં અમુક જગ્યાએ સ્પીડ સારી મળે અને અમુક જગ્યાએ ઈંટરનેટ આવશે જ નહીં. એટલે કે ડેડ ઝોન ક્રિએટ થશે.

 

વાઈફાઈની સ્પીડ વધારવા શું કરવું ?

 

– સારી સ્પીડથી નેટ યુઝ કરવું હોય તો રાઉટરને ઘરમાં ઊંચાઈ પર રાખો.

– રાઉટરના સેટિંગ્સમાં જઈ સોફ્ટવેર અપડેટ કરો.

– વાઈફાઈનું રાઉટર માઈક્રોવેવ, કોર્ડલેસ સહિતના ઈલેક્સ્ટ્રોનિક્સ સામાનથી દુર રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *