પુણે: 17 વર્ષીય યુવકની હત્યા બાદ પોલીસે આરોપીઓને ગાડીના બોનેટ પર બાંધીને કાઢ્યું સરઘસ

Spread the love

મહારાષ્ટ્રના પુણે શહેરના કાત્રજ વિસ્તારમાં જૂની અદાવત અને ટકરાવને કારણે એક અત્યંત લોહિયાળ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષીય યુવકની ધારદાર હથિયારથી નિર્મમ હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણેશ રવિન્દ્ર માલવે નામનો યુવક પોતાના મિત્ર સાથે મોબાઈલ રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારે અચાનક બે મોટરસાઇકલ પર આવેલા સાત શખ્સોએ તેને ઘેરી લીધો હતો.

હુમલાખોરોએ રોડ પર જ ગણેશ પર કોયતા અને લોખંડના હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક ગણેશનું હોસ્પિટલ પહોંચતાની સાથે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બહેન સાથેના જુના વિવાદની ઘટનામાં થઈ હત્યાઆ ગંભીર ગુનાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લગભગ 3 મહિના પૂર્વે મૃતક ગણેશ અને મુખ્ય આરોપી આકાશ ગાયકવાડની બહેન વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને વિવાદ થયો હતો. આ જૂની રીસ અને અદાવત રાખીને જ આરોપીએ ગણેશને અગાઉ જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. સોમવારની રાત્રે જ્યારે ગણેશ કાત્રજ કટ્ટા વિસ્તારમાં ગયો ત્યારે આ જ પૂર્વ આયોજિત અદાવતને કારણે આરોપીઓએ તેને નિશાન બનાવીને તેના માથા, ચહેરા અને હાથ પર ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે ચારેય આરોપીઓની કરી ધરપકડઆ ચકચારી હત્યાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ તરત જ હરકતમાં આવી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરીને કુલ ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આ કેસમાં સાત લોકો સામે સત્તાવાર રીતે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસની આગેવાની ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક ગણેશ મોહિતે કરી રહ્યા છે અને નાસતા ફરતા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વરસાદ વચ્ચે આરોપીઓનું સરઘસ અને પરિવારનો રોષ .

આરોપીઓની ક્રૂરતા સામે સ્થાનિક રહીશો અને મૃતક યુવકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેની ઉગ્ર પ્રતિક્રિયા પણ સામે આવી છે. પોલીસે કડક સંદેશ આપવા માટે વરસાદના માહોલ વચ્ચે જ પકડાયેલા આરોપીઓને ગાડીના બોનટ સાથે બાંધીને તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ સરઘસ દરમિયાન મૃતક યુવકની માતાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે આરોપીઓને ડંડાથી ફટકારવાની સાથે જાહેરમાં તેમના ચહેરા ખુલ્લા દેખાડવાની ઉગ્ર માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *