આ ક્રૂરતાની પરાકાષ્ઠા: જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ, વકીલોએ અનેક વીડિયો રજૂ કર્યા

Spread the love

લદ્દાખના પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. હાઈકોર્ટે જંતર મંતર પર થયેલા લાઠીચાર્જના કેસમાં કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. કોર્ટે પોલીસ પ્રશાસન પાસેથી ચાર અઠવાડિયાની અંદર વિસ્તૃત જવાબ માગ્યો છે. તેની સાથે જ તમામ સીસીટીવી ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક પુરાવાને સુરક્ષિત રાખવાનો કડક આદેશ આપી દીધો છે.

આ ક્રૂરતાની પરાકાષ્ઠા: જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ, વકીલોએ અનેક વીડિયો રજૂ કર્યા

આ ક્રૂરતાની પરાકાષ્ઠા: જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ, વકીલોએ અનેક વીડિયો રજૂ કર્યા

આ ક્રૂરતાની પરાકાષ્ઠા: જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ, વકીલોએ અનેક વીડિયો રજૂ કર્યા

નવી દિલ્હી: લદ્દાખના પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. હાઈકોર્ટે જંતર મંતર પર થયેલા લાઠીચાર્જના કેસમાં કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. કોર્ટે પોલીસ પ્રશાસન પાસેથી ચાર અઠવાડિયાની અંદર વિસ્તૃત જવાબ માગ્યો છે. તેની સાથે જ તમામ સીસીટીવી ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક પુરાવાને સુરક્ષિત રાખવાનો કડક આદેશ આપી દીધો છે.

અરજીકર્તાના વકીલોએ પોલીસની આ કાર્યવાહીને ક્રૂરતાની પરાકાષ્ઠા ગણાવી છે. તેમનો આરોપ છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ઢોરની માફક લાઠીઓ ફટકારી છે. હવે આ સમગ્ર મામલામાં આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થવાની છે.

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સાથે ક્રૂરતાની પરાકાષ્ઠા: અરજીકર્તા

જંતર મંતર પર ચાલી રહેલા પ્રદર્શનના કેસમાં કોર્ટમાં ભારે દલીલો જોવા મળી. સીનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણન અને એન હરિહરન અરજીકર્તા તરફથી હાજર રહ્યા હતા. આ વકીલોએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા કર્યા. વકીલ હરિહરને કોર્ટને જણાવ્યું કે, શરૂઆતમાં આ પ્રદર્શન એકદમ શાંતિપૂર્ણ હતું. ત્યાં હાજર લોકો પોતાના મૌલિક અધિકારોના સ્વતંત્ર રૂપથી પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસની આ કાર્યવાહી સંવિધાનના અનુચ્છેદ 14 અંતર્ગત મનમાનીની કસોટી પર પારખવામાં આવશે. પોલીસની આ એક્શન સંપૂર્ણપણે અસંવૈધાનિક હતી.

 

હરિહરને પોલીસ કાર્યવાહીને ક્રૂરતાની પરાકાષ્ઠા ગણાવી. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સાથે આવું વર્તન સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આવી રીતે પોલીસ એક્શન કોઈ પણ લોકતાંત્રિક દેશમાં સ્વીકાર્ય ન હોઈ શકે.

 

વકીલ હરિહરને કોર્ટમાં પોલીસની બર્બરતાને દર્શાવી

 

અરજીકર્તા તરફથી સીનિયર એડવોકેટ એન હરિહરને કોર્ટમાં પોલીસની ક્રૂરતાનું વિવરણ રજૂ કર્યું. તેમણે કહ્યું કે, જંતર મંતર પર લોકો શાંતિપૂર્ણ રીતે પોતાની સભા કરી રહ્યા હતા. આ દેશના દરેક નાગરિક અને સૌથી પહેલો પાયાનો અધિકાર છે. છાત્રો અને સામાન્ય લોકો શાંતિપૂર્ણ વિરોધનો પોતાનો અધિકાર વાપરી રહ્યા હતા. આ છાત્રોને સંવિધાનના અનુચ્છેદ 21 અંતર્ગત પણ જીવન અને સુરક્ષાનો અધિકાર મળેલો છે. એટલા માટે સરકારના લાઠીચાર્જવાળી કાર્યવાહીને કાનૂની કસોટી પર પારખવું ખૂબ જ જરૂરી છે. હરિહરને કહ્યું કે, ઘટનાના દિવસે જે થયું તે અકલ્પનીય હતું. પોલીસે નાગરિકો પર હદ કરતા વધારે બર્બરતા દેખાડી.

 

તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે, સરકાર પાસે આંદોલનને કંટ્રોલ કરવાનો અધિકાર છે, પણ ભીડને કાબૂ કરવાના નામ પર આવી હિંસક કાર્યવાહીને યોગ્ય ઠેરવી શકાય નહીં. પોલીસ ફોર્સનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો, જેવી રીતે ઢોરને હાંકી રહ્યા હોય.

 

શું પ્રદર્શનકારીઓ પર ખીલા લગાવેલી લાઠીઓ અને છરાનો ઉપયોગ કર્યો

 

કોર્ટમાં સીનિયર એડવોકેટ વિકાસ સિંહે પણ અરજીકર્તાઓનો મજબૂતથી પક્ષ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ પહેલા એલાન કર્યું હતું કે, તેઓ 20 તારીખ સુધીમાં સંસદ સુધી માર્ચ કરશે. આ માર્ચ માટે તમામ લોકો 20 તારીખથી જંતર મંતર પર એકઠા થઈ રહ્યા હતા. 19 તારીખ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની હિંસા ન થઈ. સંસદ સુધી માર્ચની જાણકારી પહેલાથી પબ્લિક ડોમેનમાં હતી. આ કારણથી 20 તારીખે ત્યાં ભીડ વધવા લાગી.

 

વિકાસ સિંહે કહ્યું કે, આ શાંતિપૂર્ણ ભીડ પર અચાનક હુમલો કરી દીધો. આ ભીડમાં છોકરા અને છોકરીઓ બંને સામેલ હતા. ત્યાં દરેક પરિવારના બાળકો હાજર હતા. પબ્લિક ડોમેનમાં એવા કોઈ પણ પુરાવા નથી જે સાબિત કરે કે ભીડ હિંસક થઈ ગઈ હતી.

 

વકીલ હરિહરને કહ્યું કે, પોલીસે ખીલા લગાવેલી લાઠીઓનો ઉપયોગ કર્યો. આ લાઠીઓથી નાના બાળકોને ખૂબ માર્યા. ત્યાં છર્રા અને ઇલેક્ટ્રિક બેટનનો ઉપયોગ કર્યો. આ વિચારવા જેવી વાત છે કે શું શાંતિપૂર્ણ પ્રદર્શન હટાવવા માટે આ ક્રૂરતા નથી?

 

શું સાદા કપડાંમાં આવેલા અજાણ્યા લોકોએ પોલીસ સાથે મળીને પ્રદર્શનકારીઓને માર્યા?

 

કોર્ટમાં પોલીસની વરદી અને ઓળખને લઈને પણ કેટલાય ગંભીર આરોપ લાગ્યા. વકીલોએ જણાવ્યું કે, કેટલાય વીડિયો ફૂટેજમાં સાદા કપડામાં લોકો બેઠેલા દેખાઈ રહ્યા છે. આ અજાણ્યા લોકોએ પોલીસ સાથે મળીને પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો.

સીનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે, મેં એવા 130થી વધારે વીડિયો જોયા છે. આ વીડિયો કેસ માટે ખૂબ જ મહત્ત્વના પુરાવા છે. તેમાંથી ઘણા લોકોએ પોલીસની વરદી પણ નથી પહેરી. વળી જે લોકોએ વરદી નથી પહેરી, તેમણે પોતાના પોતાના નેમ ટેગ હટાવી દીધા હતા. તેમની પાસે હથિયારો હતા. જેનો ઉપયોગ કરવાની પરમિશન દિલ્હી પાસે પણ નથી. આ સ્પષ્ટ રીતે પોલીસના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. સાદા કપડામાં ગુંડાને પોલીસ સાથે મિલાવી લોકોને મારવા એક ભયાનક કાવતરા તરફ ઇશારો કરે છે. અમે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છીએ.

 

ડીસીપી સંદીપ લાંબા પર મહિલાને જાહેરમાં લાફો મારવાનો શું છે આરોપ

આ મામલામાં દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાનું નામ પણ મુખ્ય રીતે ઉછાળવામાં આવી રહ્યું છે. કોર્ટમાં એક વીડિયોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ વીડિયોમાં દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી સંદીપ લાંબા એક મહિલાને જાહેરમાં લાફો મારતા દેખાય છે. વકીલોએ જણાવ્યું કે, તે મહિલા ત્યાં ચૂપચાપ ઊભી હતી. અને કંઈ પણ નહોતી કરતી. ડીસીપી લાંબાએ આ મહિલા પાસેથી પસાર થતાં અને અચાનક તેના ચહેરા પર એક લાફો મારી દીધો. અરજીકર્તાના વકીલએ ડીસીપી વિરુદ્ધ કડક દલીલો આપી. તેમણે કોર્ટ પાસે માગ કરી કે ડીસીપી લાંબાને તરત કોર્ટમાં હાજર કરવામાં આવે. આવા અધિકારીઓને કોઈ પણ ભોગે છોડવામાં ન આવે. એક પોલીસ અધિકારી મહિલા પર હાથ ઉઠાવવો શરમજનક છે. વકીલે કહ્યું કે, પોલીસને દિશા નિર્દેશ હોવા જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે, ભીડ કંટ્રોલ કરતી વખતે કઈ આચાર સંહિતાનું પાલન કરવું જરૂરી છે.

પ્રદર્શનકારીઓને ફસાવવા માટે ગાડીના કાચ તોડી નાખ્યા

સીનિયર એડવોકેટ શંકર નારાયણે કહ્યું કે, તેમની પાસે ઘણા વીડિયો અને પાકા પુરાવા છે. સવારના સમયનો એક વીડિયો કોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવ્યો. જો કે હજું સુધી આ વીડિયોની પુષ્ટિ નથી થઈ. આ વીડિયોમાં એક કાર દેખાઈ રહી છે, તેની વિંડશીલ્ડ તૂટેલી છે. આ ઉપરાંત એક અન્ય વીડિયોમાં એક ગાડી પથ્થરોથી ભરેલી દેખાઈ રહી છે.

 

વકીલોએ આરોપ લગાવ્યો કે, આ બધું પ્રદર્શનકારીઓ પર ખોટા આરોપ લગાવવા માટે કર્યું છે. આ એક જાણી જોઈને કરેલા કાવતરાનો ભાગ હતો, જેથી પોલીસ લાઠીચાર્જને યોગ્ય ઠેરવી શકે. મામલાની સચ્ચાઈ સામે લાવાવ માટે આ તમામ વીડિયોની ફોરેન્સિક તપાસ થવી જોઈએ. કોર્ટે આ દલીલોને ખૂબ જ ગંભીરતાથી સાંભળી. સત્ય સામે લાવવા માટે પોલીસની જવાબદારી નક્કી કરવી ખૂબ જ જરુરી થઈ ગઈ છે.

એએસવી એસવી રાજૂએ પ્રદર્શનકારીઓની અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવી

કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ તરફથી કોર્ટમાં એએસજી એસવી રાજૂ હાજર થયા. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, સોલિસિટર જનરલ બીજી કોર્ટમાં વ્યસ્ત છે. એટલા માટે તેઓ સરકારની દલીલો રજૂ કરશે. એએસવીએ વાંગચુકને બળજબરી હટાવવા સાથે જોડાયેલી પીઆઈએલનો સીધો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ મામલામાં કોઈ સંગીન અપરાઘ નથી બનતો. વાંગચુક અથવા તેમની પત્નીને પોલીસમાં કોઈ ઔપચારિક ફરિયાદ નથી નોંધાવી. એવું લાગે છે કે આ અરજી ખાલી પબ્લિસિટી મેળવવા માટે દાખલ કરવામાં આવી છે. આ મામલામાં મીડિયાની દિલચસ્પી છે એટલા માટે તેને કારણગવર ચગાવવામાં આવી રહ્યું છે.

એએસજીએ માગ કરી કે આ જાહેરહિતની અરજીને તરત હટાવી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, આ અરજી પર્સનલ જાણકારી માટે નહીં પણ સોશિયલ મીડિયા વીડિયો આધારિત છે. આ ખાલી હેડલાઈનમાં રહેવા માટેનું એક સ્ટંટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *