અમદાવાદમાં વરસાદનું રૌદ્ર રૂપ: પારસનગરમાં મજૂરો દટાયા, બોપલ-સરખેજમાં 16 ઇંચથી જળતાંડવ!

Spread the love

અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ફસાયા હતા. જો કે રાતના 10 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હતો.

 

2010નો રેકોર્ડ તૂટ્યો, 15 કલાકમાં 11 ઇંચ વરસાદ શહેરમાં વર્ષ 2010માં 8 ઓગસ્ટના રોજ 24 કલાકમાં સરેરાશ 9.25 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે તેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે 2026ની 23 જુલાઈએ માત્ર 15 કલાકમાં જ એટલે કે સવારના 6 વાગ્યાથી રાતના 10 સુધીમાં સરેરાશ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે શહેરમાં સિઝનનો 35-40 ઇંચ સરેરાશ વરસાદ પડે છે. આમ એક જ દિવસમાં મૌસમનો 30 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.

 

સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા પોશ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદની તમામ સ્કૂલોમાં 24 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં સવાર સુધીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં સરેરાશ ઇંચ વરસાદ પડ્યો છે શહેરના બોપલ અને સરખેજ વિસ્તારમાં 16થી 17 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.

 

ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે થઈને વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *