66fd94e3-948e-4b06-b75b-41835f431939
વિડિયો લિન્ક
ગુજરાત ચેમ્બરમાંજ ડ્રાયફૂડ પેકેટ અને પૂરી શાક બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ જરૂરિયાત મંદોને અમારા ચેમ્બરની ટીમ દ્વારા ફૂડ પેકેટ અને પૂરી શાકની વિતરણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી : નિલેશ દેસાઈ
અમદાવાદ
અમદાવાદમાં ગુરુવારે ૧૧ ઇંચ સતત મુશળધાર વરસાદ આવવાના લીધે પાણી ભરાવાના અને રસ્તા બંધ થઈ જવાને લઈને વિકટ સમસ્યા ઊભી થઈ છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) દ્વારા ચાલી રહેલ ફૂડ પેકેટ વિતરણના લગભગ રોજના ૫૦૦૦ થી ૬૦૦૦ પેકેટ ચેમ્બરમાં જ બનાવીને જરૂરીયાતમંદોને પહોંચાડવામાં આવી રહ્યા છે અને નાના મોટા વેપારીઓ તથા ઇન્ડસ્ટ્રી માટે ઈન્સ્યુરન્સ હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવેલ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્કના ચેરમેન નિલેશ દેસાઈ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્કના ચેરમેન નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બે દિવસથી સતત મુશળધાર વરસાદ આવવાના લીધે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને કેટલીક જગ્યાએ ઘરોમાં પણ પાણી જતા રહ્યા હોવાના લીધે આર્થિક જીવન જરૂરિયાત વસ્તુઓને લઈને સંકટ ઉભું થયું છે જેને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝએ આજે એક અગત્યની મીટિંગ બોલાવવામા આવી હતી જેને લઈ ને નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમદાવાદ ગુજરાત
ચેમ્બરમાંજ ડ્રાયફૂડ પેકેટ અને પૂરી શાક બનાવવામાં આવી રહ્યા છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ જરૂરિયાત મંદોને અમારા ચેમ્બરની ટીમ દ્વારા ફૂડ પેકેટ અને પૂરી શાકની વિતરણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.આ અંગે શહેરીજનોને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો ચેમ્બર તરફથી હેલ્પલાઇન ડેસ્ક મોબાઈલ નંબર 98250 30676 રાખવામાં આવ્યો છે.
