અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ શહેરથી લઈને ઔદ્યોગિક વિસ્તારો સુધી વરસાદી પાણીનો કહેર યથાવત (Heavy rain disrupt)જોવા મળી રહ્યો છે. એક તરફ સાણંદ GIDCમાં પાણી (Sanand GIDC Flood) ભરાતા ઉદ્યોગોને અંદાજે રૂ.100 કરોડનું નુકસાન થયું હોવાનું ઉદ્યોગકારો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ સ્માર્ટ સિટી અમદાવાદના બોપલ, શેલા, ઘુમા અને શિલજ જેવા પોશ વિસ્તારોમાં ચાર દિવસ બાદ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા (Heavy rain disrupt) હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
વિકાસના દાવાઓ વચ્ચે વરસાદે ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Heavy rain disrupt: સાણંદ GIDCમાં ઉદ્યોગોને મોટો ફટકો, ઉદ્યોગકારો રસ્તા પર સાણંદ GIDCમાં ભારે વરસાદ બાદ 50થી વધુ ફેક્ટરીઓમાં વરસાદી પાણી (Ahmedabad Waterlogging) ઘૂસી જતાં ઉત્પાદન કામગીરીને ભારે અસર પહોંચી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અંદાજે રૂ.100 કરોડનું નુકસાન થયું છે. વિરોધ સ્વરૂપે ઉદ્યોગકારોએ રેલી કાઢી GIDC કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ગત વર્ષે લગભગ રૂ.300 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હોવા છતાં પાણી નિકાલની સમસ્યા યથાવત છે. વરસાદી પાણીના કારણે સાણંદ સબ-સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થતાં વીજ પુરવઠા અંગે પણ ચિંતા ઉભી થઈ છે.
સ્માર્ટ સિટીમાં ચાર દિવસ બાદ પણ પાણીનો કબજો
અમદાવાદના બોપલ(Bopal Waterlogging) , શેલા, ઘુમા અને શિલજ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં પડેલા વરસાદ બાદ પણ અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને બંગલાઓમાં હજુ પાણી ભરાયેલા છે. બોપલની શુભ સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણીના કારણે લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. અનેક પરિવારોને ઘરવખરીના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે અને દૈનિક જીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.
હોસ્પિટલ અને મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ
સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી આયુષ્માન હોસ્પિટલના કેમ્પસમાં હજુ પણ લગભગ ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જેના કારણે દર્દીઓ, એમ્બ્યુલન્સ તેમજ હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ચાર દિવસ બાદ પણ તંત્ર દ્વારા અસરકારક પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
બીજી તરફ વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદમાં એસ.જી. હાઈવેના થલતેજ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા અમદાવાદ મહાનગરપાલિકાની બસ બંધ પડી ગઈ હતી અને અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા હતા. ચાણક્યપુરી સહિત અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વિકાસના દાવાઓ સામે તંત્ર પર સવાલો
કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીનો દાવો કરાતા અમદાવાદમાં વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિએ ફરી એકવાર ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. એક તરફ ઔદ્યોગિક એકમોને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ રહેણાંક વિસ્તારોમાં લોકો હજુ પણ પાણીમાં જીવન જીવવા મજબૂર છે. હવે આગામી વરસાદ પહેલાં તંત્ર કાયમી ઉકેલ લાવે છે કે નહીં, તેના પર સૌની નજર છે