આકાશમાં એક નહીં….બે નહીં…પરંતુ પાંચ-પાંચ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે…બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે….જેના કારણે ગુજરાતમાં ફરીવાર સર્જાઈ શકે છે જળબંબાકારની સ્થિતિ….હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે….તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ચિરાગ શાહે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે….ત્યારે શું કહે છે હવામાન વિભાગ…જોઈએ આ ખાસ અહેવાલમાં..ગુજરાતમાં આગામી 30 તારીખથી મેઘરાજાની બીજી ઈગ્નિગ્સ શરૂ થવા જઈ રહી છે….કેમ કે, બંગાળની ખાડીમાં બનેલુ ડીપ ડિપ્રેશન…..અરબ સાગરમાંથી સતત આવતો ભેજ….બે મોન્સૂન ટ્રફ…..તેમજ અપર એર સર્યુલેશન અને સાઈક્લોનિક સક્ર્યૂલેશન…..એમ એક સાથે પાંચ સિસ્ટમો સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ફરી થશે જળબંબાકારની સ્થિતિ..
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 30 જુલાઈથી વરસાદનું જોર વધુ વધશે…અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે…નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે…તો સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અને છોટાઉદેપુર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરાયું છેહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે…સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે…અંબાલાલ પટેલના મત અનુસાર 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે…એટલું જ નહીં…કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસની પોલ ખોલતો વરસાદ: 4 દિવસ પછી પણ બોપલ, શેલા અને ઘુમામાં ઘૂંટણસમા પાણી
તો હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે તો રાજ્યમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે…ચિરાગ શાહના કહેવા પ્રમાણે 31 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે વરસાદનો સૌથી તીવ્ર રાઉન્ડ જોવા મળી શકે છે… કેટલાક વિસ્તારોમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે..જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે..
રાજ્યમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં પડેલો વરસાદ ખેડૂતો માટે આશિર્વાદ સમાન રહ્યો છે…પરંતુ કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદથી જનજીવન માટે પડકાર બન્યો છે…ત્યારે હવામાન વિભાગે આગામી 30 અને 31 જૂલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી છે…ત્યારે આગામી પાંચથી છ દિવસ ગુજરાત પર મેઘરાજા ફરી ધબડાટી બોલાવશે.
