જર્મનીની ગણના વિશ્વના વિકસિત દેશોમાં થાય છે અને ત્યાંની આરોગ્ય સેવાઓની પણ અવારનવાર પ્રશંસા થાય છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોએ (Viral Video) લોકોને વિચારતા કરી દીધા છે.
આ Trending Video માં એક ભારતીય મહિલાએ દાવો કર્યો છે કે, જર્મનીમાં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી સરળ નથી. જણાવી દઈએ કે, તેમને પોતાના પતિની સારવાર માટે લગભગ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી હતી.આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર @simran.with.shivam નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં સિમરન કૌલ અરોરા જણાવે છે કે, જર્મની આવ્યા પહેલાં તેમને લાગતું હતું કે અહીંનું હેલ્થકેર સિસ્ટમ ખૂબ જ સારું હશે પરંતુ જ્યારે તેમના પતિ શિવમની આંખમાં ઇન્ફેક્શન થયું, ત્યારે તેમનો અનુભવ અપેક્ષા કરતાં સાવ અલગ નીકળ્યો.
એક અઠવાડિયા સુધી ડૉક્ટરની રાહ જોવી પડી
મહિલાના જણાવ્યા મુજબ, સૌથી પહેલાં તેઓ ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાંથી તેમને બીજી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. તે હોસ્પિટલ તેમના ઘરથી લગભગ એક કલાકના અંતરે હતી. ત્યાં પહોંચ્યા પછી પણ તેમને તરત ડૉક્ટર ન મળ્યા અને લગભગ એક અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી.મહિલાએ એ પણ કહ્યું કે, જર્મનીમાં લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટેક્સ પાછળ સારા એવા પૈસા ખર્ચે છે. તેમ છતાંય, જો ડૉક્ટરને મળવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે, તો તે ખૂબ જ નિરાશાજનક અનુભવ હોઈ શકે છે. તેમનું કહેવું હતું કે, એપોઇન્ટમેન્ટ મળ્યા પછી પણ હોસ્પિટલમાં લાંબી રાહ જોવી પડી હતી.
Video પર લોકોની પ્રતિક્રિયાઓ
વિડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી. ઘણા યુઝર્સે ભારત અને જર્મનીની આરોગ્ય સેવાઓની સરખામણી કરી.
એક યુઝરે લખ્યું કે, આવા સમયે ભારતની મેડિકલ વ્યવસ્થા યાદ આવે છે. બીજા એક યુઝરે કહ્યું કે, ભારતમાં લોકો અવારનવાર ડૉક્ટરોની ટીકા કરે છે પરંતુ અહીં ઘણી જગ્યાએ દર્દીઓને તે જ દિવસે સારવાર મળી જાય છે.
અન્ય એક યુઝરે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, તે પટનાની એક સરકારી હોસ્પિટલમાં ગયો હતો, જ્યાં માત્ર ₹5 માં રજીસ્ટ્રેશન થયું અને 15 મિનિટની અંદર ડૉક્ટર સાથે મુલાકાત થઈ ગઈ. આ સાથે જ તેને મફત દવાઓ પણ મળી હતી.
