NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ ઉત્તર પ્રદેશમાં ઝુંબેશ શરૂ કરી છે. યુપી સરકારે રામપુરમાં જૌહર યુનિવર્સિટીને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ અંગે CJP એ જણાવ્યું હતું કે આ દેશ માટે અયોગ્ય હશે.
કોકરોચ જનતા પાર્ટીએ ટ્વિટર પર લખ્યું હતું કે, “અહેવાલ મુજબ, દેશભરમાં દરરોજ 20 થી વધુ શાળાઓ બંધ થઈ રહી છે.રામપુર વિકાસ સત્તામંડળે યુનિવર્સિટી કેમ્પસમાં 40 ઇમારતોમાંથી 38 ઇમારતોને ગેરકાયદેસર જાહેર કરી છે. આ ઇમારતોને ગેરકાયદેસર ગણીને તેમની સામે બુલડોઝર કાર્યવાહીનો આદેશ જારી કર્યો છે. રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે સંસ્થાને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરે, તો રામપુર વિકાસ સત્તામંડળ પોતાની જાતે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરશે. સમાજવાદી પાર્ટી રામપુર પ્રશાસનના આ પગલાનો વિરોધ કરી રહી છે.
સીજેપીનો જંતર-મંતર પર વિરોધ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણી બાદ રચાયેલી કોકરોચ જનતા પાર્ટીએ NEET પેપર લીક માટે જવાબદારી અને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માંગણી સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેના મુખ્ય નેતા સોનમ વાંગચુક હતા, પરંતુ આયોજક સીજેપીના સ્થાપક અને પ્રમુખ અભિજીત દિપકે હતા. સરકારે આ આંદોલનની માંગણીઓ સ્વીકારી લીધી છે અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. વધુમાં વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.