gj 18 મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નવું રોટેશન જાહેર થતાં અનેક નેતાઓના મનની મનમાં રહી ગઈ, કોંગ્રેસ કેમ ગેલમાં??

Spread the love

gj 18 મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નવું રોટેશન જાહેર થતાં જે આશ લગાવીને બેઠા હતા તેમાં ઘણાની મનની મનમાં રહી ગઈ, 27% અનામત અમલ થી અનેક નેતાઓ બનવા જે વાઘા સીવડાયા હતા તેમાં હવે વિસ્તાર તબદિલ થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, જે હાલ ચાલુ કોર્પોરેટરો છે તેમણે ઘણાય નાહી લીધું છે, ઘણાની ટિકિટ 27% અનામતના કારણે કપાઈ ગઈ છે…..

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે યોજાનારી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે.

 

નવા રોટેશનના કારણે મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને પદાધિકારીઓના ગણિત બગડી શકે છે.

 

અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ શકે અથવા તો અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડી શકે છે.

અનેક સિટીંગ કોર્પોરેટરોએ નવો વોર્ડ શોધવો પડી શકે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ 27 ટકા પછાતવર્ગ અનેક સિટીંગ કોર્પોરેટરોએ નવો વોર્ડ શોધવો પડી શકે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ 27 ટકા પછાતવર્ગ (OBC) અનામતનો અમલ કરીને તમામ 11 વોર્ડની 44 બેઠકોનું નવું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ આદેશ બહાર પડતાની સાથે જ ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને વિવિધ વોર્ડના વર્તમાન તેમજ ભાજપ-કોંગ્રેસના દાવેદાર નેતાઓમાં અનામતના ગણિતને લઈ ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. આ રોટેશન પદ્ધતિથી વોર્ડની બેઠકોનું સ્વરૂપ બદલાતા રાજકીય પક્ષોના કાર્યાલયોમાં સન્નાટો છવાઈ ગયો છે.

 

આ રોટેશનના લીધે વર્તમાન કોર્પોરેટરો કે જેઓ પોતાની બેઠક પરથી ફરી જીતવાની દાવેદારી કરી રહ્યા હતા. તેઓએ હવે નવો વોર્ડ શોધવો પડશે અથવા તો ટિકિટથી વંચિત રહેવું પડશે. ખાસ કરીને જે વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટી છે અને મહિલા અથવા OBC અનામત લાગુ થઈ છે ત્યાં આંતરિક અસંતોષ ભભૂકી ઉઠવાની શક્યતાઓ છે.

વોર્ડ નંબર 2 અને 3માં સામાન્ય બેઠકો હતી તે અનામત બની

 

નવા જાહેરનામાનો વિગતવાર અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે સૌથી મોટો ફટકો વોર્ડ નં. 2 અને 3 ના સામાન્ય કેટેગરીના નગરસેવકોને પડ્યો છે. અગાઉ આ વોર્ડમાં જે બેઠકો સામાન્ય હતી તેમાંથી હવે એક બેઠક અનુસૂચિત જાતિ (SC) મહિલા અને એક બેઠક પછાતવર્ગ (OBC) માટે અનામત કરી દેવામાં આવી છે. પરિણામે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવારો માટે માત્ર એક જ બેઠક બચી છે.આ સંજોગોમાં વર્તમાન સામાન્ય કેટેગરીના નગરસેવકોને ટિકિટ મેળવવા માટે આકરા સંઘર્ષનો સામનો કરવો પડશે.

 

વોર્ડ નંબર 6ની સ્થિતિ રોચક બની

 

અહીં એક બેઠક અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા, એક બેઠક OBC મહિલા અને એક બેઠક SC સામાન્ય માટે ફાળવવામાં આવી છે. એટલે કે ચારમાંથી ત્રણ બેઠકો અનામત વર્ગમાં જતી રહી છે અને માત્ર એક જ બેઠક સામાન્ય માટે બચી છે. આના કારણે વોર્ડ 6 ના વર્તમાન સામાન્ય વર્ગના નગરસેવકોની રાજકીય કારકિર્દી અંધકારમય બની ગઈ છે.

વોર્ડ નંબર 7 અને 8માં થયેલો ફેરફાર

 

આજ સ્થિતિ સ્થિતિ વોર્ડ નં. 7 અને 9 ની પણ છે, જ્યાં અનુક્રમે SC અને OBC અનામતે સામાન્ય બેઠકો પર કાતર ફેરવી છે. રોટેશન પ્રક્રિયાના પરિણામે સમગ્ર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકોની નવી વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. નવા ગણિત અનુસાર સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ (OBC) માટે કુલ 12 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 6 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. સામાન્ય એટલે કે બિનઅનામત કેટેગરીમાં 26 બેઠકો સામે આવી છે, જેમાં 13 બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC) માટે 5 બેઠકો નક્કી કરવામાં આવી છે. જેમાં 2 મહિલા અનામત બેઠકોનો સમાવેશ થાય છે. અનુસૂચિત આદિજાતિ (ST) ફાળે 1 બેઠક આવી છે, જે મહિલા અનામત તરીકે નિર્ધારિત છે. આમ, સમગ્ર બોર્ડમાં કુલ 44 માંથી બરાબર 50 ટકા એટલે કે 22 બેઠકો મહિલાઓ માટે અનામત બની છે.

 

12 બેઠકો OBC માટે અનામત

 

જ્યાં એક તરફ વર્તમાન નગરસેવકોની ટિકિટ પર સંકટ

છે, ત્યાં બીજી તરફ મહિલાઓ અને OBC સમાજના નવા ચહેરાઓ માટે રાજકીય તકોના દ્વાર ખુલ્યા છે. કુલ 44 માંથી 22 બેઠકો મહિલાઓ માટે અનામત હોવાથી તમામ પક્ષોએ સક્ષમ મહિલા ઉમેદવારોની શોધખોળ તેજ કરવી પડશે. ખાસ કરીને OBC અનામતની 12 બેઠકો નિર્ણાયક સાબિત થશે.

 

રાજકીય નિષ્ણાતોના મતે, આ રોટેશનના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ઉમેદવારોની પસંદગીમાં ભારે કસરત કરવી પડશે. જ્ઞાતિગત સમીકરણો અને નવા અનામત માળખાને ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવણી કરવી એ સ્થાનિક નેતાગીરી માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. જે વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટી છે ત્યાં બળવો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.ટૂંકમાં રાજ્ય ચૂંટણી આયોગના આ આદેશે ગાંધીનગર મનપાની આગામી ચૂંટણીને રોમાંચક અને અણધારી બનાવી દીધી છે. હવે જોવું એ રહ્યું કે રાજકીય પક્ષો આ નવા સમીકરણોને કેવી રીતે મેનેજ કરે છે અને કયા નવા ચહેરાઓ પાટનગરના રાજકારણમાં ઉભરીને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *