દેખાવકાર છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી મળી હતી : CRPF નો સનસનીખેજ ખુલાસો

Spread the love

નવી દિલ્હી,તા.29 નીટ પેપરલીક મામલે દિલ્હીમાં યોજાયેલા છાત્રોના દેખાવો દરમિયાન 20 જુલાઈએ પેલેટ ગનના થયેલા ઉપયોગ મામલે સીઆરપીએફ ખુલાસો કર્યો છે કે નીટ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની મંજુરી મળી હતી, અને બધી એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું.

 

સીઆરપીએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમારી એન્ટી રાયોટ યુનિટ, રેપીડ એકશન ફોર્સની કાર્યવાહીની ઝીણવટપૂર્વક તપાસથી કરવાથી એ સ્પષ્ટ છે કે બળપ્રયોગના નિશ્ચિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.ભીડને વેરવિખેર કરવા માટે પબ્લીક એનાઉસમેન્ટ ટીયર ગેસ અને લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતા વાળા ઉપાયો નિષ્ફળ રહ્યા બાદ જ પંપ એકશન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, પેલેટ ગનના ઉપયોગથી ત્રણ-પાંચ દેખાવકારો ઘાયલ થયા હતા, સાથે-સાથે આરએએફના 47 જવાનો પણ ઘાયલ થયા હતા. સીઆરપીએફના ડીજી જીમીસિંહે જણાવ્યું હતું કે મામલા ન્યાયાધીન છે અને આરએએફની કાર્યવાહી પર બળનો કોઈપણ રિપોર્ટ કે રાય સુપ્રીમ કોર્ટમાં રખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *