કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત રાજ્યો માટે એડવાન્સમાં રૂ.2117.85 કરોડ મંજૂર કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે એસડીઆરએફ હેઠળ પૂર પ્રભાવિત રાજ્યો માટે રૂ.2,117.85 કરોડના અગાઉથી મંજૂર (એડવાન્સ) ભંડોળને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકાર અસરકારક રાહત, બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્ર સરકારે એનડીઆરએફની ટીમોનું અગાઉથી તૈનાતી અને લોજિસ્ટિકલ સપોર્ટ સહિત જ્યાં પણ જરૂર હોય ત્યાં તમામ સંભવિત સહાય પૂરી પાડી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમોને અરૂણાચલ પ્રદેશ અને આસામ ખાતે પહેલેથી જ મોકલવામાં આવી છે. પૂરની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસામમાં આઇએમસીટી દ્વારા બે વાર મુલાકાત લેવામાં આવી છે, જ્યારે નાગાલેન્ડ સરકારની વિનંતી પર રાજ્ય માટે પણ એક આઇએમસીટીની રચના કરવામાં આવી રહી છે
સાત પ્રભાવિત રાજ્યોમાંથી, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડને નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો પહેલેથી જ મળી ચૂક્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાલુ દક્ષિણ-પશ્ચિમ મનસૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી રૂ.2,117.85 કરોડના અગાઉથી મંજૂર (એડવાન્સ) ભંડોળને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકાર અસરકારક રાહત, બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખશે.
ચોમાસાની શરૂઆતથી જ ભારત સરકાર રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન કરીને પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળની ટીમોનું અગાઉથી તૈનાતી અને સંરક્ષણ મંત્રાલય તરફથી લોજિસ્ટિકલ સહાય સહિત જ્યાં પણ જરૂર હોય ત્યાં તમામ સંભવિત સહાય પૂરી પાડી છે.
નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમોને અરૂણાચલ પ્રદેશ અને આસામ ખાતે પહેલેથી જ મોકલવામાં આવી છે. પૂરની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસામમાં આઇએમસીટીની બે મુલાકાતો લેવામાં આવી છે.
સાત પ્રભાવિત રાજ્યોમાંથી, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડને નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો પહેલેથી જ મળી ચૂક્યો છે. રાહત કામગીરી માટે સમયસર ભંડોળની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિમાચલ પ્રદેશ અને ઓડિશાને એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તાને એડવાન્સમાં મુક્ત કરવાની મંજૂરી આપી છે. વધુમાં, રાહત પગલાં માટે સંસાધનોની તાકીદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, લાગુ માર્ગદર્શિકા હેઠળ દસ્તાવેજી જરૂરિયાતોમાં છૂટછાટ આપીને અરુણાચલ પ્રદેશ, આસામ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સાના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ છોડવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
પ્રભાવિત રાજ્યો માટે મંજૂર કરવામાં આવેલી સહાયમાં નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સાના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે અરૂણાચલ પ્રદેશને રૂ.44.55 કરોડનો સમાવેશ થાય છે. આસામને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે રૂ.379.35 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે રૂ.500 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ, જેણે 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો મેળવી લીધો છે, તેને કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તાની એડવાન્સ રકમ તરીકે રૂ.193.95 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે રૂ.500 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઓડિશા, જેને પ્રથમ હપ્તો પહેલેથી જ મળી ચૂક્યો હતો, તેને બીજા હપ્તાની એડવાન્સ રકમ તરીકે રૂ.500 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂરી સાથે, પૂર પ્રભાવિત રાજ્યોને તેમની ચાલુ રાહત અને પ્રતિભાવ ઉપાયોને મજબૂત કરવા માટે કુલ રૂ. 2,117.85 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
