લગ્નના બે વર્ષ બાદ પતિની ‘પોલ’ પકડાઇ, લેપટોપ જોતાં જ દંગ રહી ગઇ પત્ની

Spread the love

શહેરમાં રહેતી યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્નના બે વર્ષ બાદ પતિના લેપટોપમાં આઈ લવ યુ, આઈ મિસ યુના મેસેજ મળ્યા હતા. પતિના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતા તેણે માર માર્યો હતો. યુવતીની તબિયત ખરાબ હોવા છતાં તેને રસોઈ કરવા દબાણ કરીને પતિએ પેટ પર બેસી જઈને મોઢું અને ગળું દબાવીને માર માર્યો હતો.પતિએ ઘરમાંથી કાઢી મૂકતા આખરે યુવતીએ આ મામલે ફરિયાદ આપતા મહિલા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

નરોડામાં રહેતી 30 વર્ષીય યુવતીએ વર્ષ 2023માં મહેસાણાના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદથી પતિને શેરબજારમાં રોકાણ કરવું હોવાથી પૈસાની માંગણી કરતો હતો. જેથી યુવતીએ તેના પિતા પાસેથી 1.50 લાખ રોકડ તથા સોનાના દાગીના આપ્યા હતા. જે બાદ પણ દહેજ પેટે વધુ રૂપિયાની માંગણી કરી પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

 

યુવતીની નણંદ તેને નેપાળી કહીને ખાવાનું બનાવવા બાબતે ઝઘડો કરતી હતી. યુવતીની તબિયત ખરાબ હોવા છતાં તેને સારવાર માટે ન લઈ જઈને જમવાનું બનાવવા દબાણ કર્યું હતું. પતિ તેના પેટ પર બેસી જઈને મોઢું દબાવીને ગળું દબાવીને માર મારતો હતો.

 

આ દરમિયાન એક દિવસ પતિના લેપટોપમાં અન્ય યુવતી સાથેનું ચેટ મળ્યું હતું જેમાં આઈ લવ યુ અને આઈ મિસ યુના મેસેજ હતા. યુવતીએ આ બાબતે પૂછપરછ કરતા પતિએ તેને માર માર્યો હતો.

 

યુવતીની ફોઈની સ્ત્રી મિત્ર સાથે પણ પતિએ ગંદા ઇશારા કરીને સંપર્ક કરતા તેના બોયફ્રેન્ડે ધમકીઓ આપી હતી. જે બાદ રૂ.5 લાખની માંગણી પતિએ હેરાન કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. જે બાદ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *