લંડન ખાલી થઈ રહ્યું છે! શહેરમાં ના રહેવા માંગતા લોકોમાં 30 થી 40 વયનાં લોકો સૌથી વધુ

Spread the love

લંડનને વિશ્વનાં સૌથી જીવંત અને ફેવરિટ શહેરોમાંથી એક મનાય છે. પરંતુ તેમછતાં ગત અમુક સમયમાં હજારો લોકો તેને છોડીને જઈ રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર- 4 દાયકામાં માત્ર ત્રીજી ઘટના છે, જ્યારે લંડનની કૂલ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરથી દૂર જનારા લોકોમાં સૌથી મોટી સંખ્યા 30 થી 40 વર્ષનાં વર્કિંગ પ્રોફેશનલ યુવકો અને તેમના પરિવારની છે, જેઓ વધુ સારી જીવનશૈલી માટે શહેર છોડી રહ્યાં છે.સામાન્ય રીતે કોઈ મોંઘા શહેરમાં ભારે ભરખમ ટેક્સ કે વધતો ક્રાઈમ રેટ શહેર છોડવાનું કારણ બનતા હોય છે.પરંતુ લંડન મામલે આવું નથી. અહીં ન્યૂયોર્ક જેવો ભારે સ્થાનિક ટેક્સ ચૂકવવાનો હોતો નથી. જ્યારે અહીં ક્રાઈમ રેટ પણ કંઈ હદથી વધારે નથી. ઓક્સફોર્ડ સ્ટ્રીટ જેવા વ્યસ્ત સ્થળોએ ફોન ઝૂંટવી લેવા જેવી નાની ઘટનાઓને છોડીએ તો લંડન આજે પણ ઘણું સારું અને સુરક્ષિત શહેર છે.

નવા મકાનોમાં ભારે ઘટાડોલોકોના શહેર છોડવાનું મુખ્ય કારણ લંડનમાં હવે રહેવા માટે સારા અને અફોર્ડેબલ ઘર મળતા નથી. આ ઉપરાંત નવા ઘર બનવાના પ્રોજેક્ટ્સ ઠપ થઈ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર, અહીં નવા ઘર બનવાની સંખ્યા ગત 80 વર્ષોમાં સૌથી નિચલા સ્તરે પહોંચનારી છે, જેથી માર્કેટમાં નવા અને સારા મકાનોની અછત સર્જાઈ છે.સમસ્યા માત્ર પૈસાની નથી. પરંતુ કિંમતની સામે એ પ્રકારના ગુણવત્તા પણ નથી મળતી. ભારે ભરખમ રકમ ચૂકવવા છતાં ખરાબ ઘર મળવા પર લોકોનો લંડનથી મોહ ભંગ થઈ રહ્યો છે. તેથી તેઓ શહેરના બદલે આસપાસના ગામ કે નાના સ્થળોએ રહેવાનું વધુ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *