રેગિંગ કરશો તો ડોક્ટર બનવું ભારે પડશે! 4 તબીબ સસ્પેન્ડ, સર્ટિફિકેટમાં પણ કાયમી નોંધ

Spread the love

સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબના રેગિંગ બાદ

 

:

 

થયેલી દુઃખદ ઘટનાને લઈને રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પેનલ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં જ તપાસ કમિટી રાખીને રાતથી સતત તપાસ કરવામાં આવી અને 24 કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી छे.

 

ચાર તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીએ પોતાના તારણો આપ્યા છે. સિનિયર ડોક્ટરો દ્વારા ટોર્ચર કરવામાં આવતું હોવાના નિવેદનો સામે આવ્યા છે અને સહાધ્યાયીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. HOD સહિતના ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, જ્યારે ચાર તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

પાનસેરિયાએ કહ્યું કે, મૃતકના પિતા સાથે ગઈકાલે બે વખત વાત કરીને સાંત્વના આપી છે. તેમણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને HODને સંદેશ આપતા કહ્યું કે, “એક પણ બાળક આત્મહત્યા ન કરે. જો આવી ઘટના બને તો જવાબદારી સ્વીકારવી જોઈએ.” તેમણે રેગિંગ કરનારા તબીબોને ચેતવણી આપતા કહ્યું કે, “જો તમે આવું કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો.

 

તમારા સર્ટિફિકેટમાં આની નોંધ થશે તો લોકો તમને ધિક્કારશે.”

 

તેમણે વધુમાં કહ્યું કે, આવી કોઈ ઘટના બને તો ડીન અથવા સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ, પરંતુ આત્મહત્યા કોઈ રસ્તો નથી. ‘નમો મૈત્રી સંવાદ’ અંતર્ગત તેઓ દરેક મેડિકલ કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે અને રેગિંગ જેવી ઘટનાઓ અટકાવવા રાજ્યવ્યાપી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તબીબોને સસ્પેન્ડ કરવા પડે તે પોતે જ કલંકિત ઘટના છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે.

 

1.84 કરોડ બાળકોને કૃમિનાશક દવા અપાશે

 

રાજ્યમાં બાળકોના આરોગ્યને લઈને પણ આરોગ્યમંત્રી પાનસેરિયાએ મહત્વની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના આશરે 1.84 કરોડ બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવશે. આરોગ્ય વિભાગની

 

ટીમો દ્વારા બાળકોને આ દવા આપવામાં આવશે.

આરોગ્યમંત્રીએ સમજાવ્યું કે, કૃમિ એક એવું જીવાણું છે જે બાળકના વિકાસને અસર કરી શકે છે.

 

બાળકોના શારીરિક વિકાસ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી સ્તરે આ દવા આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્યમંત્રીનું અપડેટ ચાંદીપુરા વાયરસ અંગે પાનસેરિયાએ જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસને ચાંદીપુરા વાયરસના કેસની જેમ જ સારવાર આપવામાં આવે છે. હાલમાં રાજ્યમાં આશરે 33થી 35 પોઝિટિવ કેસ હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ કોઈ ગંભીર કેસ નથી અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 

તેમણે ઉમેર્યું કે, ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે દવાનો છંટકાવ સહિતની તમામ જરૂરી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *