IAS અધિકારીઓની બદલીઓથી વહીવટી તંત્રમાં ખળભળાટ!

Spread the love

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો અંગેનો મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઓર્ડર મુજબ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) ડૉ. અંચુ વિલ્સનની બદલી કરવામાં આવી છે અને તેમને ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટી વિભાગમાં ઉપસચિવ (Deputy Secretary) તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ બેચના ગુજરાત કેડરના IAS અધિકારી ડૉ. અંચુ વિલ્સનને મહેસાણા DDOની ફરજમાંથી મુક્ત કરીને સચિવાલયમાં મૂકવામાં આવ્યા છે.

 

પી.બી. રાઠોડને મહેસાણા DDO તરીકે વધારાનો ચાર્જ સોંપાયો

 

મહેસાણા જિલ્લા વહીવટીતંત્રનું મુખ્ય પદ ખાલી ન રહે તે હેતુથી સરકારે કામચલાઉ વ્યવસ્થા ગોઠવી છે.

 

ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ વિભાગના નિયામક તરીકે ફરજ બજાવતા ૨૦૨૨ બેચના IAS અધિકારી પી.બી.

 

રાઠોડને પોતાની મૂળ જવાબદારી સાથે મહેસાણા DDOનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવી કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ કાર્યભાર સંભાળશે.

 

મહેસાણા જિલ્લા વહીવટીતંત્રમાં ફેરફાર

 

આ સામાન્ય વહીવટી આદેશથી મહેસાણા જિલ્લાના વહીવટી માળખામાં ફેરફાર થયો છે. અંચુ વિલ્સનની ગાંધીનગર સચિવાલયમાં બદલી થતાં હવે રાજ્ય સરકાર દ્વારા મહેસાણાના નવા કાયમી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *