સૂર્યાસ્ત પછી કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? રાત્રે મૃત્યુ થાય તો શું કરવું? જાણો શાસ્ત્રોના નિયમો

Spread the love

હિન્દુ ધર્મમાં જીવનથી લઈને મૃત્યુ સુધીના 16 સંસ્કારો દર્શાવવામાં આવ્યા છે, જેમાં અંતિમ સંસ્કાર સૌથી મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની મુસાફરી અને અંતિમ વિધિ માટેના કેટલાક કડક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આત્માની શાંતિ માટે જરૂરી માનવામાં આવે છે.ગરુડ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થાય છે, તો તેના અંતિમ સંસ્કાર આગામી દિવસના સૂર્યોદય સુધી અટકાવી દેવામાં આવે છે.શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે જો રાત્રિના સમયે દાહ સંસ્કાર કરવામાં આવે, તો તે આત્માને પોતાના પછીના જન્મમાં કોઈને કોઈ શારીરિક ખામી, દોષ કે વિકલાંગતાનો સામનો કરવો પડી શકે છે. તેથી દિવસ દરમિયાન જ વિધિ કરવી શુભ ગણાય છે.હિન્દુ ધર્મમાં સૂર્યને આત્માના કારક, ચેતના અને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે આત્મા સૂર્યમાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થાય છે. તેથી સૂર્યની હાજરીમાં (દિવસ દરમિયાન) દાહ સંસ્કાર કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ સરળતાથી થાય છે.જો પરિવારમાં કોઈનું મૃત્યુ રાત્રે થાય, તો મૃતદેહને ઘરની બહાર ન રાખતા તુલસીના છોડ પાસે રાખવો જોઈએ અને ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો મુજબ રાત્રે મૃતદેહને ક્યારેય એકલો મૂકવો જોઈએ નહીં.મૃતદેહ પાસે પરિવારના સભ્યોએ બેસીને ભગવાનના નામનું સ્મરણ અને પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી આસપાસની નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને મૃત આત્માને શાંતિ મળે છે તેમજ તે આગળની પરલોક યાત્રા માટે તૈયાર થાય છે.અંતિમ સંસ્કાર એ માત્ર એક ક્રિયા નથી પરંતુ શરીરને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-એ પંચતત્વમાં વિલીન કરવાની પ્રક્રિયા છે. જોકે, સાધુ-સંતોના કિસ્સામાં અપવાદ હોય છે; તેમની સાધના અને તપસ્યાને કારણે તેમને દાહ સંસ્કાર આપવાને બદલે સમાધિ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *