VIDEO: અમદાવાદમાં આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા લોકો સામે તંત્રની લાલ આંખ, ૧૧,૧૨૨ મકાનોની તપાસ શરૂ કરાઈ

Spread the love

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા LIG અને EWS આવાસ યોજનાના મકાનોમાં મૂળ લાભાર્થીઓને બદલે ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક તપાસ હાથ ધરવામાં આવી…. હાઉસિંગ કમિટીના ચેરમેન દ્વારા છેલ્લાં સાત વર્ષમાં પઝેશન મેળવનારા ૧૧ હજાર ૧૨૨ લાભાર્થીઓની યાદી અધિકારીઓને સોંપવામાં આવી….તંત્ર દ્વારા અઠવાડિયામાં એકવાર ઓચિંતું ચેકિંગ કરીને દસ્તાવેજોનું સ્થળ પર જ વેરિફિકેશન કરાશે.આ કામગીરી દરમિયાન એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જોકે, આ સરપ્રાઇઝ ચેકિંગ નિષ્પક્ષ રીતે પાર પડશે કે કેમ તે અંગે મોટો સવાલ ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *