VGGS 2027: CM ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ, અમેરિકા-કેનેડામાં ગુજરાત માટે રોકાણની નવી તકોની શોધ

Spread the love

જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) પહેલાં ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ અને ટેક્નોલોજી પાર્ટનરશિપ માટે આઉટરીચ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે

VGGS 2027: વોશિંગ્ટનથી ટોરોન્ટો સુધી ગુજરાતની વિકાસગાથાની રજૂઆતVGGS 2027ના આઉટરીચના ભાગરૂપે હાઇ-લેવલ ડેલિગેશન વોશિંગ્ટન D.C., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈ રહ્યું છે. અહીં વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગજગતના લીડર્સ, ટેક્નોલોજીક્ષેત્રના નિષ્ણાતો અને ભારતીય ડાયસ્પૉરા સાથે ગુજરાતમાં રોકાણ (Gujarat Investment) અને ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનું લક્ષ્‍ય રાજ્યની ઔદ્યોગિક, ટેક્નોલોજિકલ અને ઇનોવેશન ક્ષમતાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરીને નવા રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારો મેળવવાનું છે.સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પૉરા સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) સેમિકન્ડક્ટર, AI, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે સિલિકોન વેલીમાં વસતા ગુજરાતીઓના યોગદાનની નોંધ લીધી હતી. ગ્લોબલ ગુજરાતી ટેલેન્ટ અને ગુજરાતની કંપનીઓ વચ્ચે મજબૂત સેતુ ઊભો કરવા માટે નૉલેજ શેરિંગ, મેન્ટરશિપ અને ટેક્નોલોજી પાર્ટનરશિપને વધુ વેગ આપવાની વાત કરવામાં આવી હતી.વોશિંગ્ટન D.C.માં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથેની બેઠકમાં ગુજરાતની MSME ઇકોસિસ્ટમ અને સ્થાનિક કારીગરોને ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા અને નિકાસની તકો વધારવા માટે સહકારની સંભાવનાઓ પર પણ ભાર મૂકાયો હતો.

 

VGGS 2027 માટે ગુજરાતનું ગ્લોબલ આઉટરીચ

 

ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉથી VGGS 2027 માટે રાજ્યના રોકાણ અને બિઝનેસ આઉટરીચને નવી ગતિ મળી છે. અમેરિકા અને કેનેડામાં થયેલી બેઠકોમાં સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, ડીપ-ટેક, MSME અને ગ્લોબલ સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ પર ચર્ચા થઈ છે. જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતની ઔદ્યોગિક અને ટેક્નોલોજિકલ ક્ષમતાઓને વૈશ્વિક રોકાણકારો અને ટેક્નોલોજી (Gujarat Global Summit) પાર્ટનર્સ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *