સોશિયલ મીડિયાનું કાળું સત્ય! બે વર્ષની ઓનલાઈન મિત્રતા બાદ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

Spread the love

ઓનલાઈન મિત્રતા, બે વર્ષનો વિશ્વાસ અને પછી એક ભયાનક રાત! વલસાડના તીથલનું આ જ સ્થળ… જ્યાં સામાન્ય રીતે લોકો દર્શન અને ફરવા માટે આવે છે. પરંતુ મંદિર પાછળની અવાવરું જગ્યા અને ઝાડીઓમાં બનેલી ઘટનાએ સમગ્ર વલસાડને હચમચાવી દીધું છે.

 

સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, સગીરા મિત્ર સાથે ફરવા ગઈ.તીથલ પાસેના મંદિરની પાછળની અવાવરુ જગ્યાએ પહોંચ્યા. તેની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે અન્ય બે મિત્રોને ત્યાં બોલાવ્યા અને ત્યારબાદ એકલતાનો લાભ લઈ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

 

સગીરાની પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઘટના બાદ સગીરા ભયભીત થઈ ગઈ હતી અને એક જગ્યાએ સંતાઈ ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ, રાત્રે મોડે સુધી દીકરી ઘરે પરત ન ફરતા પરિવારની ચિંતા વધી ગઈ. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અને અંતે જ્યારે સગીરા મળી આવી. ત્યારે તે ગભરાયેલી હાલતમાં હતી. પરિવારે વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી.

 

અમને કેમિકલ યુક્ત પાણીથી બચાવો… ધોળકાના ગ્રામજનો માટે દૂષિત પાણી બન્યું ‘ઝેર’, વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યા યથાવત

 

પોલીસે પોક્સોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ત્યારબાદ સગીરાની માતા સીધી વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી અને સગીરાની માતાની ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો. પોલીસે આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરોને ડિટેન કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

બે વર્ષની ઓનલાઈન મિત્રતા

એક રાતમાં બની ગઈ ભયાનક ઘટના

સગીરાની આપવીતીથી ખુલ્યો ભેદ

વલસાડની ઘટનાએ વાલીઓને ચેતવ્યા

સોશિયલ મીડિયાના યુગમાં બાળકોની ઓનલાઈન મિત્રતા અને તેમની સુરક્ષા અંગે ગંભીર સવાલો પણ ઉભા કરે છે. વાલીઓ માટે આ ઘટના એક મોટી લાલબત્તી છે. પરંતુ આ કેસે એક સવાલ ચોક્કસ છોડી દીધો છે ‘ઓનલાઈન મિત્રતા કેટલી સુરક્ષિત’? એક ક્લિકથી શરૂ થયેલી મિત્રતા ક્યાંક કોઈની જિંદગી માટે ખતરનાક વળાંક ન બની જાય તેની જવાબદારી હવે પરિવાર અને સમાજ બન્નેની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *