‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવો વડોદરા મહાનગર પાલિકાનો ઘાટ; 10 કરોડનાં ખર્ચે લગાવેલા LED બોર્ડ્સથી આવક માત્ર 44 લાખ, વીજ બિલ સવા કરોડનું

Spread the love

‘આમદની અઠ્ઠન્ની – ખર્ચા રૂપૈયા…’ આ કહેવત વડોદરા કોર્પોરેશનના અણધડ વહીવટને જાણે સાર્થક કરી રહી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડોના ખર્ચે લગાવવામાં આવેલા LED બોર્ડ્સ હવે કોર્પોરેશન માટે કમાણી કરતાં ખોટનો સોદો વધુ સાબિત થઈ રહ્યા છે. 2 વર્ષમાં 36 LED બોર્ડથી માત્ર 44 લાખ રૂપિયાની આવક થઈ છે.

જ્યારે તેની સામે વીજ બિલ પાછળ જ કોર્પોરેશનને 1 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે.

આવક 44 લાખની ને વીજ બિલ જ 1 કરોડ 25 લાખનુંવડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં 36 LED બોર્ડ લગાવવામાં આવ્યા છે. વર્ષ 2024માં અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા આ LED બોર્ડનો હેતુ જાહેરાતો થકી કોર્પોરેશનની આવક વધારવાનો હતો. પરંતુ બે વર્ષ બાદ આ LED બોર્ડની આવક અને ખર્ચનો હિસાબ ચોંકાવનારો છે. 36 LED બોર્ડમાંથી 2 વર્ષમાં કોર્પોરેશનને માત્ર 44 લાખ રૂપિયાની આવક થઈ છે. જ્યારે બીજી તરફ આ LED બોર્ડ્સનું વીજ બિલ જ 1 કરોડ 25 લાખ રૂપિયા આવ્યું છે. અર્થાત જેટલી આવક કોર્પોરેશનને થઈ નથી, તેના કરતાં અનેક ગણો ખર્ચ માત્ર વીજળી પાછળ કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે સવાલ એ છે કે, પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને ઉભી કરાયેલી આ વ્યવસ્થા ખરેખર સ્માર્ટ છે ખરી?

હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતોLED બોર્ડ શરૂ થાય તે પહેલાં VMC દ્વારા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે પરંપરાગત હોર્ડિંગ્સ પરથી થતી આવક પણ કોર્પોરેશને ગુમાવવી પડી છે. ડિજિટલ જાહેરાતથી આવક ઉભી કરવાની યોજના હતી, પરંતુ LEDથી અપેક્ષિત આવક ન થતાં હવે પાલિકાના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે. માસિક લાખો રૂપિયાનું વીજ બિલ ચૂકવ્યા બાદ પણ કોર્પોરેશને હજુ વધુ 30 LED બોર્ડ લગાવવાનું આયોજન કર્યું છે. જોકે LED પર કોમર્શિયલ જાહેરાતોને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત આવ્યો હોવાનો કોર્પોરેશનનો દાવો છે.

સ્માર્ટનેસ મળી કે પછી માત્ર ખર્ચનો બોજ?કરોડોનો ખર્ચ, લાખોની આવક અને કરોડોનું વીજ બિલ… ત્યારે હવે સવાલ એ છે કે, વડોદરા કોર્પોરેશનના આ LED પ્રોજેક્ટમાંથી શહેરને સ્માર્ટનેસ મળી કે પછી માત્ર ખર્ચનો બોજ? આવા અણઘડ આયોજનો VMCનાં સ્માર્ટ ગણાતા અધિકારીઓનાં વહીવટ સામે સવાલો ઉભા કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *