ભારતમાં અહીંયા મળે છે સૌથી સસ્તો નાસ્તો, માત્ર 1 રૂપિયામાં ભરાય જાય છે લોકોનું પેટ

Spread the love

આજના આધુનિક અને મોંઘવારીના યુગમાં જ્યાં દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યાં 1 રૂપિયાની કિંમત લગભગ શૂન્ય સમાન ગણાય છે. આજે 1 રૂપિયામાં એક ચોકલેટ પણ માંડ મળે છે, ત્યારે જો તમને એવું કહેવામાં આવે કે ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં માત્ર 1 રૂપિયામાં પેટ ભરીને પૌષ્ટિક નાસ્તો મળે છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ વાત બિલકુલ સાચી છે.સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક પ્રેરણાદાયી વિડીયો વાયરલ થયો છે, જેમાં ‘રામ બાબુ અન્ના’ તરીકે જાણીતા એક શખ્સ છેલ્લા 25 વર્ષથી માત્ર 1 રૂપિયામાં ગરમાગરમ ઈડલી અને સાંભાર પીરસી રહ્યા છે.

 

ભારતમાં મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, દૂધ-દહીં મોંઘા થઈ ગયા છે અને બહાર ખાવાનો વિચાર પણ ખિસ્સા પર ભારે પડે છે. આવી સ્થિતિમાં જો કોઈ એમ કહે કે માત્ર એક રૂપિયામાં ભરીપેટ નાસ્તો મળી શકે છે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ સત્ય છે. દેશના એક ખૂણામાં છેલ્લા 25 વર્ષથી એક શખ્સ લોકોને માત્ર એક રૂપિયામાં સ્વાદિષ્ટ અને ભરીપેટ નાસ્તો પીરસી રહ્યો છે. સવાર-સવારમાં અહીં એટલી ભીડ થઈ જાય છે કે દૂર-દૂરથી લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. આ અનોખી પહેલ પાછળ છે રામ બાબુ અન્ના, જેમને લોકો પ્રેમથી અન્ના જી કહે છે. સોશિયલ મીડિયા પર આજકાલ તેમની વાર્તા ખૂબ વાયરલ થઈ રહી છે. વીડિયો અને પોસ્ટ્સમાં લોકો લખી રહ્યા છે કે, ‘ભારતનો સૌથી સસ્તો નાસ્તો, 25 વર્ષથી માત્ર રૂપિયામાં 1માં પેટ ભરાઈ જાય છે અને આ છે સાચા હીરો’.

 

કરી રહ્યા છે સમાજ સેવા

 

કેટલાક લોકો બિઝનેસ માત્ર પ્રોફિટ માટે કરે છે, પરંતુ રામ બાબુ અન્નાએ તેને સમાજ સેવાનું રૂપ આપી દીધું છે. તેમની વાર્તા પ્રેરણા આપનારી છે અને આજના સમયમાં ખૂબ જરૂરી પણ. રામ બાબુ અન્નાની સફર સરળ નહોતી રહી. લગભગ 25 વર્ષ પહેલાં જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું હતું, ત્યારે પરિસ્થિતિઓ ખૂબ મુશ્કેલ હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેમણે જોયું કે, આસપાસના ઘણા ગરીબ મજૂરો, રિક્ષાવાળાઓ, નાના દુકાનદારો અને વિદ્યાર્થીઓ સવારે ભૂખ્યા પેટે કામ કે ભણવા માટે નીકળે છે. ઘણીવાર પૈસાની કમીના કારણે તેઓ નાસ્તો છોડી દેતા હતા. આ જોઈને જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે, કેમ ના ઓછી કિંમતે સારો નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી કોઈ ભૂખ્યું ન રહે. શરૂઆતમાં તેમણે ખૂબ જ નાના પાયે કામ કર્યું. થોડીક જગ્યા ભાડે લીધી અથવા ઘરની પાસે જ વ્યવસ્થા કરી હતી. ઈડલી, ઉપમા, પૌઆ અથવા સ્થાનિક સ્વાદ મુજબ સાદો પરંતુ પૌષ્ટિક નાસ્તો બનાવવાનું શરૂ કર્યું, અને જેની કિંમત રાખી માત્ર એક રૂપિયો છે. ઘણા લોકોએ તેમને ગાંડા કહ્યા, પરંતુ આ શરૂઆત આજે 25 વર્ષ પછી પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *