27 ઓગસ્ટે શેરબજારમાં થયેલી શંકાસ્પદ ઉથલપાથલની તપાસ કરવા BJP નેતા કિરીટ સોમૈયાની માંગ

Spread the love

મુંબઈ ઉત્તર-પૂર્વના BJPના ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોમૈયાએ બજાર નિયમનકાર સેબીના અધ્યક્ષ તુહિન કાંત પાંડેને પત્ર લખીને ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) સિસ્ટમમાં સંભવિત હેરાફેરી અને ગેરરીતિઓની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમના પત્રમાં, સોમૈયાએ 27 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે બજાર બંધ થાય તે પહેલાં છેલ્લા 12 મિનિટમાં NSE નિફ્ટી અને BSE સેન્સેક્સ અચાનક 2,200 પોઈન્ટથી વધુ ઘટ્યા હતા , અને પછી 2,000 પોઈન્ટનો સુધારો પણ થયો હતોતેમના પત્રમાં, સોમૈયાએ સેબીને પૂછ્યું હતું કે, શું સેન્સેક્સ ક્રેશ CAS સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી કે CASને લાગુ થવાથી રોકવાનું કાવતરું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સેબીએ આ બાબતને હળવાશથી ન લેવી જોઈએ.

 

કિરીટ સોમૈયાએ પત્રમાં લખ્યું છે કે, જો કોઈ ખામીઓ હોય, તો સિસ્ટમ બનાવનારા અધિકારીઓએ તેની સ્પષ્ટતા કરવી જોઈએ, અને જો કોઈ દ્વારા આ જાણી જોઈને કરવામાં આવ્યું હોય, તો શું તે બજાર માટે સ્વસ્થ છે? ભૂતપૂર્વ સાંસદે આ મામલે માત્ર તપાસ જ નહીં પણ કડક કાર્યવાહીની પણ માંગ કરી છે. સોમૈયાએ તેમના પત્ર સાથે એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. તેઓ CASને અસ્થાયી રૂપે સ્થગિત કરવા અને વ્યવહારિક વિચારણાઓને ધ્યાનમાં લેવા માટે તેને ફરીથી ડિઝાઇન કરવાનું સૂચન કરે છે.સફળ વૈશ્વિક બજારોમાં, ક્લોઝિંગ ઓક્શન હાલના સતત બજારના આધારે કાર્ય કરે છે, જ્યારે ભારતના વર્તમાન ડિઝાઇનમાં, સતત તરલતા વહેલા દૂર કરવામાં આવે છે. પછી, તેને હરાજી દ્વારા ફરીથી સ્થાપિત કરવાની અપેક્ષા કરવામાં આવે છે. તેમના બીજા સૂચનમાં, કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, NSE અને BSE પર સમાન સ્ટોક માટે અલગ બંધ હરાજીની મંજૂરી આપવી જોઈએ, જેના કારણે ઓર્ડર બુક અને બંધ ભાવ અલગ અલગ થઈ શકે છે. દરખાસ્ત મુજબ, CASના પહેલા દિવસે, NSE પર હરાજીમાં ટર્નઓવર આશરે રૂ. 1,276 કરોડ હતું, જ્યારે BSE પર તે માત્ર રૂ. 10.8 કરોડ હતું, જે 100 ગણાથી વધુનો તફાવત છે. આનાથી તરલતા વહેંચાઈ જાય છે.પત્રમાં, કિરીટ સોમૈયાએ સૂચવ્યું હતું કે, પરિપક્વ US બજારની જેમ, સત્તાવાર બંધ ભાવ ફક્ત પ્રાથમિક લિસ્ટિંગ એક્સચેન્જના બંધ હરાજી પર આધારિત હોવા જોઈએ.

 

અહીં તમને બતાવી દઈએ કે, CASએ 20-મિનિટનું ખાસ સત્ર છે જે દરેક ટ્રેડિંગ દિવસે બપોરે 3:15થી 3:35 વાગ્યા સુધી ચાલે છે. 3:14:59 વાગ્યા પછી શેરમાં સતત થતું ટ્રેડિંગ બંધ કરવામાં આવે છે. હાલમાં આ ફક્ત F and O શ્રેણી હેઠળ ટ્રેડ થતા શેરોને લાગુ પડે છે. અન્ય રોકડ શેરો માટે ટ્રેડિંગ પહેલાની જેમ 3:30 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ નિયમ 3 ઓગસ્ટ, 2026થી F and O (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) શેરો માટે લાગુ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *