ગુજરાતમાં દરેક જગ્યાએ સૌથી વધારે પકોડીની લારીઓ હોય તો તે શાક માર્કેટ,મોલ અને થિયેટર પાસે હોય છે ત્યારે આજની મહિલાઓ ૨૦૦ રૂપિયાનું શાક લેવા આવી હોય પણ, ૩૦ થી ૫૦ રૂપિયાની પકોડી ખાવાની એટલે ખાવાની. પછી,ભલે ને ડોકટરને ત્યાં જવું પડે. પતિને કહે છે કે અમો બહારનું ખાતા નથી તો આ બીમાર કેવી રીતે પડે? પણ, શાક માર્કેટની પકોડી ની વાત ખબર હોય તો ને ત્યારે રાજ્યમાં દરેક ઠેકાણે દરોડા પડી રહ્યા છે. બીમારી, ગંદકીનું મોટું ઘર હોય તો પકોડી છે.આ મોસમમાં લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જાેવા મળે છે. જેને લઈ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેંચતા ૪ હજાર વેપારીઓની તપાસ કરાઈ હતી.અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.
ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જાેવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૬૩૬ જેટલા નમૂના લીધા છે. આ સાથે ૧૫૦૦ કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ પણ કરાયો છે. તો ૧,૩૩૫ લીટર પકોડીના પાણીનો પણ નાશ કર્યો છે. કુલ ૯૦,૫૬૯ કિંમતના ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે.
ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. રોગચાળામાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. રોગચાળો વધતા સર્વેલન્સની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. બાંધકામ, હોસ્પિટલ, શાળા સહિતની જગ્યાઓ પર ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી પર ભાર અપાયો છે.