એક સમયનું સુખી અને સમૃદ્ધ ગુજરાત આજે દયનીય સ્થિતિમાં છે. પોતાની આગવી ક્ષમતાઓથી સમગ્ર દેશ અને વિશ્વમાં સૌના હૃદય જીતી લેતા, સ્વભાવે સરળ અને વિનમ્ર ગુજરાતીઓ આજે કોરોના સંકટથી ભયભીત છે. આપણામાંથી લગભગ સૌ એ પોતાના કોઈને કોઈ સ્વજન આ મહામારીમાં ગુમાવ્યા છે. કરોડો લોકોને રોજગાર પૂરો પાડતા ગુજરાતમાં આજે વ્યાપાર-ધંધા પડી ભાંગ્યા છે, લાખો લોકો બેરોજગાર થયા છે, લાખો પરીવારોના માળાઓ પીંખાઈ ગયા છે. અનેક બાળકો અને વડીલો નિરાધાર બન્યા છે.
શું આ મહામારીને ટાળી શકાય તેમ નહોતી ? શું આ મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે સરકારે કરેલા પ્રયાસો પૂરતા હતા ? શું વર્ષોથી સત્તામાં બેઠેલી ભાજપે આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવામાં પુરતુ ધ્યાન આપ્યું છે ? શું સરકાર પાસે આ મહામારી સામે લડવા માટે કોઈ નક્કર નીતિ હતી ? શું સરકાર આપણા સૌની પીડા માટે જવાબદાર નથી ? આ તમામ સવાલોના જવાબ તપાસીશું તો જણાશે કે આ ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં બેઠેલા શાસકોની અણઆવડત અને અહંકારને લીધે જ આજે આ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.આપણે આશા રાખીએ કે ગુજરાતમાં તમામ નાગરિકોનું રસીકરણ જલ્દીથી જલ્દી થાય અને આપણે આ સંકટમાંથી વહેલી તકે બહાર આવીએ.
કોરોના મહામારીનો સામનો યોગ્ય રીતે ન કરી શકનાર સરકારે અનેક ભૂલો કરી છે. તેમાં સૌથી મોટી ભૂલ કોરોનામાં ભોગ બનેલ નાગરિકોના સાચા આંકડા છુપાવીને કરી છે. કોરોનાને લીધે ગુજરાતમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે પણ સરકારે આ આંકડાઓ છુપાવ્યા છે. સરકારી આંકડાઓ અને ખરેખર ભોગ બનેલા લોકોની સંખ્યામાં ખુબ મોટો તફાવત હોવાનું મનાઈ રહ્યું છે.
સરકારી સુવિધાઓ અને વ્યવસ્થાઓના અભાવે લાખો લોકો કોરોનાના ભોગ બન્યા છતાંય સરકાર દ્વારા મૃતકોની કોઈ નોંધ લેવામાં નથી આવી. આવા સંજાેગોમાં આમ આદમી પાર્ટી લોકોના દુઃખમાં સહભાગી બનવા અને મૃતકોને ન્યાય અપાવવા માટે ૨૮ જૂને સોમનાથ મહાદેવના મંદિરથી ગુજરાતમાં જન-સંવેદના મુલાકાતના પહેલું ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો, જે આજે, ૨૮ જુલાઈ એ અંબાજી માતાના મંદિરે સમાપ્ત થયું.
આ જન-સંવેદના મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીએ મુખ્યત્ત્વે નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ કર્યું ગુજરાતના ગામે ગામ જઈને કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મળીને અને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો અહેવાલ તૈયાર કર્યો.આગામી વિધાનસભામાં સત્તામાં આવતાની સાથે જ કોરોનામાં મૃત્યુ પામેલા ગુજરાતના તમામ મૃતકોના પરિવાર માટે આર્થિક સહયોગની ઘોષણા કરી. ગુજરાતના જેટલા ગામોમાં આમ આદમી પાર્ટીએ મુલાકાત લીધી, તે તમામ ગામોમાંથી એ ગામોની માટી કળશોમાં એકત્ર કરવામાં આવી અને ગુજરાતમાં ૨૦૨૨માં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં ગાંધીનગર ખાતે એક સ્મારક ઉભું કરવામાં આવશે જેના પાયામાં ગુજરાતના તમામ ગામોમાંથી એકત્ર કરેલી આ માટી અર્પણ કરવામાં આવશે.ભવિષ્યમાં કોરોનાની ઘાતક અસરથી બચવા માટે દરેક ગ્રામજનો ફરજીયાત રસી મુકાવે એ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવ્યું. દરેક ગામમાં નિઃશુલ્ક ઓક્સિજન તપાસ કેન્દ્રો પાર્ટી દ્વારા શરુ કરવામાં આવ્યા.