મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ મેન્ટેનન્સના કારણે તા. ૨ થી ૬ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

Spread the love

 

રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી હોવાથી, નોંધણી પ્રભાગની મહત્વની ઓનલાઈન કામગીરી–સેવાઓ આજે તા. ૦૨ સપ્ટેમ્બર રાત્રે ૧૧:૩૦ કલાકથી આગામી તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રાત્રે ૧૧:૩૦ કલાક સુધી બંધ રહેશે.

 

આ સમયગાળા દરમિયાન ગરવી પોર્ટલ મારફતે થતી ખેતીના દસ્તાવેજ માટેની ડેટા એન્ટ્રી તેમજ એપોઇન્ટમેન્ટ બુકિંગ, ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની નોંધણી, iORA પોર્ટલ મારફતે અનુક્રમણિકા-૨ (Index-2) ની પ્રમાણિત નકલ તેમજ iORA મારફત દસ્તાવેજની પ્રમાણિત નકલની સેવાઓ બંધ રહેશે, તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *