ક્રૂડ ઓઈલની તેજીએ શેરબજારને કર્યું લાલચોળ: સેન્સેક્સ-નિફ્ટી થયા ધડામ, 5 સેકન્ડમાં 5 લાખ કરોડ સ્વાહા

Spread the love

બ્લેક વેનસડે જેવો જોવા મળી રહ્યો છે આજનો દિવસ. જેનો ડર હતો એ જ થયું છે. આજે 2 સપ્ટેમ્બરના રોજ બુધવારે શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ 700 અંક સુધી ગગડ્યો. સેન્સેક્સ, અને નિફ્ટી બંને તૂટ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 1-1 ટકાથી વધુ તૂટ્યા. સેન્સેક્ 706 અંક તૂટીને 76,238 પર અને નિફ્ટી 50માં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો અને તે 23,800 ના સ્તરથી નીચે ગગડ્યો.ખુલતા જ 4,83,81,902.24 કરોડ પર પહોંચી ગઈ. એટલે કે બજાર ખુલતા જ બજારમાંથી 5,60,087.4 કરોડ ગાયબ થઈ ગયા.

 

ફક્ત આ એક શેર ગ્રીનમાં જોવા મળ્યો

સેન્સેક્સ પર લિસ્ટેડ 30 શેરોમાંથી ફક્ત એક શેર લીલા નિશાન પર આજે જોવા મળ્યો હતો. બાકી તમામ 29 શેરમાં કડાકો નોંધાયો. બુધવારે ફક્ત સન ફાર્માનો સ્ટોક ગ્રીન જોવા મળ્યો. જો કે આ તેજી પાછળ અમેરિકા સાથે તેની ડીલની અસર છે. આજે સૌથી મોટો કડાકો ઈન્ડિગો, ઈન્ફોસિસ અને એમએન્ડએમમાં છે. ઈન્ફોસિસના શેરોમાં 3 ટકા ફોલ, TCS, HCLTech, IndiGo અને M&M ના શેરો 2-2%સુધી તૂટ્યા છે. એચડીએફસી બેંક, NTPC, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સના શેરોમાં 1 ટકાનો કડાકો આવી ચૂક્યો છે.

 

અચાનક કેમ કડાકો

 

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી તેજી જોવા મળી છે. જેણે બજારમાં ઓઈલને ઉછાળા પર લાવી દીધુ છે.

ઓઈલના ભાવ વધવાથી અમેરિકામાં વ્યાજ દર વધવાનું જોખમ વધ્યું છે.

અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં વધારાની સાથે સાથે ફરીથી યુદ્ધ વધવાના જોખમે અમેરિકી બજારમાં તબાહી મચાવી છે.

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં તેજી ચાલુ રહી. બોન્ડ યીલ્ડમાં તેજીનો સીધો અર્થ છે કે ઉધાર લેવાનો ખર્ચ અનેક દાયકાઓના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો.

ઓઈલના ભાવને કારણે મોંઘવારી પહેલા કરતા વધી છે અને હવે વધતા સરકારી દેવાને લઈને રોકાણકારોની ચિંતાઓ વધી છે. જેના કારણે બજારમાં અસ્થિરતા છે.

ગ્લોબલ માર્કેટમાં નેગેટિવ સેન્ટીમેન્ટ હાવી છે. , S&P 500 માં 0.7% અને નાસ્ડેક કમ્પઝિટમાં 1% નો ઘટાડો આવ્યો.

એશિયન બજારોમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે.

દક્ષિણ કોરિયાનું કોસ્પી 3 ટકા, જાપાનનું નિક્કેઈ 3 ટકા, તાઈવાન વેટેડ, હોંગકોંગનું હૈંગ સૈંગ અને ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ લગભગ 1 ટકા સુધી તૂટી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *