સ્પા અને કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન થઈ શકે; ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

Spread the love

ગુજરાત હાઈકોર્ટે સ્પા અને કૂટણખાના પર પોલીસ દરોડા દરમિયાન પકડાતા ગ્રાહકોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિ માત્ર ગ્રાહક તરીકે સ્પા કે વેશ્યાગૃહમાં હાજર હોય એટલા આધારે તેની સામે ગુનાહિત કાર્યવાહી કરી શકાય નહીં. આ નિર્ણયમાં કોર્ટે ગ્રાહકની ભૂમિકા અને વેશ્યાવૃત્તિના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વચ્ચેનો કાનૂની તફાવત સમજાવ્યો છે.હાઈકોર્ટની(Gujarat High Court) નોંધ મુજબ, ગ્રાહક સામાન્ય રીતે પોતાના અંગત સંતોષ માટે પૈસા ચૂકવીને સેવા મેળવવા જાય છે. જો તે વ્યક્તિ કૂટણખાનાનું સ્થળ ચલાવતી ન હોય, ત્યાંથી કમાણી કરતી ન હોય કે તેના સંચાલન સાથે જોડાયેલી ન હોય, તો માત્ર ગ્રાહક હોવાના કારણે તેના પર ગુનો દાખલ કરવો યોગ્ય નથી. આ મામલે ગ્રાહક તરીકે પકડાયેલા અરજદારે પોતાની સામે નોંધાયેલી કાર્યવાહી રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સમગ્ર મામલાની કાયદાકીય સ્થિતિ પર વિચાર કર્યો હતો અને મહત્વપૂર્ણ નિરીક્ષણો કર્યા હતા.કેસ સુરતના ઓલપાડ(Gujarat High Court) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR સાથે સંબંધિત હતો. હાઈકોર્ટે આ FIR ઉપરાંત પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ અને નીચલી કોર્ટમાં ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને પણ રદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદા હેઠળ કૂટણખાના ચલાવવું, વેશ્યાવૃત્તિમાંથી (Gujarat High Court) કમાણી કરવી અથવા કોઈ મહિલાને બળજબરીથી આ વ્યવસાયમાં ધકેલવી ગંભીર ગુનો છે. આવા કૃત્યોમાં સંડોવાયેલા સંચાલકો, દલાલો અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

 

માત્ર હાજરી અને ગુનાહિત સંડોવણી વચ્ચે તફાવત

 

આ ચુકાદાનો મુખ્ય મુદ્દો એ છે કે કોઈ સ્થળ પર માત્ર ગ્રાહક તરીકે હાજર હોવું અને વેશ્યાવૃત્તિના ગેરકાયદેસર વ્યવસાયમાં સક્રિય રીતે સંકળાયેલા હોવું બંને એકસરખું નથી. તેથી માત્ર સ્થળ પર હાજરીના આધારે વ્યક્તિને આરોપી બનાવી તેની સામે ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં, જો તેની ગુનાહિત સંડોવણી દર્શાવતો યોગ્ય આધાર ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *